Thursday, July 23, 2026

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, પાયાના કાર્યકર્તાઓને મળી મહત્વની જવાબદારીઓ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની જાહેરાત બાદ એક બાદ એક શહેર અને જિલ્લાઓમાં સંગઠનની જાહેરાત શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા બાદ મહાનગર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આ નવી ટીમની વરણી કરવામાં આવી છે.

આ નવી યાદીમાં શહેરના વિવિધ વોર્ડમાંથી પાયાના કાર્યકર્તાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ 22 સભ્યોની આ ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 7 મંત્રીઓનો સમાવેશ છે. આ ઉપરાંત, 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી અને 1 સહ કાર્યાલય મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગ, આઈ.ટી. વિભાગ અને મીડિયા વિભાગમાં પણ ઇન્ચાર્જ તેમજ સહ-ઇન્ચાર્જની જવાબદારીઓ સોંપાઈ છે. વધુમાં, યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચામાં પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ ફેરફારો પાર્ટીના ‘સંગઠન પર્વ’ કાર્યક્રમના ભાગરૂપે જોવામાં આવે છે, જે ભાજપના લોકશાહી મૂલ્યો, અનુશાસન અને કાર્યકર્તા-કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે. અગાઉ, 28 ડિસેમ્બર, 2025માં રાજ્ય કક્ષાએ 35 નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 8 મહિલાઓનો સમાવેશ હતો. ત્યારબાદ 19 જાન્યુઆરી, 2026માં રાજ્ય કાર્યકારી સમિતિના 106 સભ્યોની યાદી જાહેર કરાઈ હતી. આ તમામ પગલાં આગામી નગરપાલિકા અને વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે, જેમાં પાર્ટી યુવા નેતૃત્વ અને વર્ગીય સંતુલન પર ભાર મૂકી રહી છે.

આ નવી રચના અમદાવાદમાં ભાજપની આંતરિક ગતિશીલતાને મજબૂત કરશે અને બૂથ સ્તરની કાર્યક્ષમતા વધારશે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ બદલાવો સરકાર અને સંગઠન બંનેમાં અસર કરશે, જેમાં કેબિનેટમાં પણ રીશફલની શક્યતા છે. આ જાહેરાત ગુજરાત ભાજપના વિસ્તરણ અને મજબૂતીકરણના પ્રયાસોનું મહત્વનું પગલું છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આવનારું અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભામાં આ સંગઠન ની કામગીરી કેવી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...