Friday, September 18, 2026

અમદાવાદમાં પ્લાસ્ટિક વેપારીઓ સાવધાન ! હવે માત્ર દંડ નહીં, આટલા દિવસ માટે ફેક્ટરી-દુકાન થઈ જશે સીલ

spot_img
Share

અમદાવાદ : સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે તેમ છતાં શાકભાજી અને ફ્રુટ બજારમાં પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ થાય છે. જો કે હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે શાકભાજી અને ફ્રુટ બજાર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિકની થેલીઓ પર અસરકારક પ્રતિબંધ લાવવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે અમદાવાદ શહેરમાં હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ રાખનાર ફેરિયાઓ-વેપારીઓની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે જેના માટેની રકમ નક્કી કરવામાં આવી છે.

હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુ ઠાકોરના જણાવ્યા મુજબ, ‘ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે જે સૂચનો આપવામાં આવ્યા છે, તેને ધ્યાનમાં રાખીને અમે ફેરિયાઓ અને શાકભાજી માર્કેટમાં પ્લાસ્ટિકના વપરાશ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ફેરિયાઓ પાસે પ્રથમ વખત પ્રતિબંધિત પ્લાસ્ટિક પકડાશે તો 1000 રૂપિયા, બીજી વખત 3000 રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો 5000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.

આજે મળેલી કમિટીમાં અમદાવાદમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો દ્વારા જો પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવતું હશે અને આવી કોઈ ફેક્ટરી શહેરમાંથી ઝડપાય તો તેને 15 દિવસ સુધી સીલ કરવાની રહેશે. તેમ જ જો કોઈ દુકાનદાર અથવા મોટા હોલસેલ વેપારી પાસેથી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાય તો દસ દિવસ સુધી દુકાન અથવા ગોડાઉન સીલ કરવાનું રહેશે અને તેમની પેનલ્ટી જે નિયમ મુજબ થતી હોય તે પ્રમાણે લેવાની રહેશે.

તેમણે આગળ કહ્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકો કોઈપણ ચીજ વસ્તુ લેવા જાય ત્યારે ઘરેથી કાપડની થેલી સાથે લઈને જાય તેના માટે 16 લાખથી વધુ કાપડની થેલીઓનું વિતરણ શહેરીજનોને કરવામાં આવ્યું છે બે વર્ષ પહેલાં પણ કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોર્પોરેશન દ્વારા નાગરિકોને ઘરે બે કાપડની થેલીઓ આપવામાં આવી છે અને લોકો પ્લાસ્ટિકની થેલીઓનું ઉપયોગ બંધ કરે તેના માટે જાગૃતિ લાવવામાં આવે છે. જોકે કેટલાક વ્યાપારીઓ દ્વારા હજી પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે આવા વેપારીઓ અને ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ માટે ફેરિયા-વેપારીને કેટલો દંડ?

– પ્રથમ વખત નિયમ ભંગ: 1 હજાર રૂપિયા
– બીજી વખત નિયમ ભંગ: 3 હજાર રૂપિયા
– ત્રીજી વખત નિયમ ભંગ: 5 હજાર રૂપિયા

ફેક્ટરી 15 દિવસ સુધી લાગશે તાળાં
– કોઈ ફેક્ટરી શહેરમાંથી ઝડપાય તો તે 15 દિવસ સુધી સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી

– કોઈ દુકાનદાર કે હોલસેલ વેપારી પાસેથી 100 કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાશે તો દસ દિવસ સુધી દુકાન અથવા ગોડાઉન સીલ તથા નિયમ મુજબ પેનલ્ટી

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...