Friday, September 18, 2026

નારણપુરા અને ઘાટલોડિયામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર

spot_img
Share

અમદાવાદ શહેરમાં ચોરી અને લૂટફાટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. તેવામાં નારણપુરા અને ઘાટલોડિયામાં થયેલી અલગ અલગ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. નારણપુરામાં મહિલાની ધરપકડ કરી 8.1 લાખના સોનાના દાગીના જપ્ત કર્યા છે. જ્યારે અન્ય એક ઘાટલોડિયા ચોરી કેસમાં LCB એ રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી ₹38.63 લાખના ઘરેણાં જપ્ત કર્યા છે

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નારણપુરા પોલીસે ફરિયાદ નોંધાયાના થોડા જ દિવસોમાં એક ઘરમાં ચોરીનો કેસ ઉકેલી નાખ્યો છે, જેમાં 40 વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે, 8.1 લાખના ચોરાયેલા સોનાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. નારણપુરામાં સંઘવી હાઇસ્કૂલની સામે શુભલક્ષ્મી ટાવરમાં રહેતા જીનલ ચંદ્રકાંતભાઇ શાહ (37)ના ઘરે ચોરી થઈ હતી. જેની ફરિયાદ 14 ફેબ્રુઆરીના રોજ નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.ફરિયાદ મુજબ માનસી કપડાં બદલવાના બહાને તેની માતાના બેડરૂમમાં ઘૂસી ગઈ હતી.જ્યારે માતાએ કબાટ ખોલ્યું ત્યારે ખબર પડી કે ઘણા સોનાના દાગીના તેમાંથી ગાયબ થઈ ગયા છે.

જયારે બીજા એક કેસમાં ઘાટલોડિયામાં આવેલી ન્યુ નિકીતાપાર્ક સોસાયટીમાં રહેતા સંકેતભાઈ ઠક્કર ગત તા. 22 જાન્યુઆરીએ પરિવારજનો સાથે રાજકોટ ખાતે મામાની દીકરીના દીકરાની જનોઈના પ્રસંગમાં ગયા હતા.ત્રણેક દિવસ બાદ આ પરિવાર પરત આવ્યો ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ હતી.ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધ્યા બાદ ઝોન-1 એલસીબી પીએસઆઇ જી. કે. ચાવડાની ટીમે ચારેય દિશાના 200થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ત્રણ લોકો એક બાઇક પર ચોરી કરવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાઇકના નંબર આધારે તપાસ કરતા ત્રણ પૈકી એક રીઢા ચોરની ઓળખ થઇ હતી. જે ગેંગ રાજસ્થાનની હોવાનું સામે આવતા પોલીસે રાજસ્થાન ખાતે તપાસ કરીને દિનેશ મીણા નામના આરોપીને ઝડપી લીધો છે.

ધરપકડ કરાયેલ આરોપી પાસેથી પોલીસે 37.39 લાખના સોનાના દાગીના, 84,255ના ચાંદીના દાગીના, 30,000ની કિંમતની મોટરસાઇકલ, 10,000નો મોબાઇલ ફોન કુલ મળીને 38.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ફરાર બે આરોપી, રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી કમલેશ ગંગારામ કલાસુવા અને ઈશ્વર શંકર મીણા તરીકે પોલીસે બે અન્ય આરોપીઓની ઓળખ કરી લીધી છે, તેમણે ઝડપી લેવા માટેની તજવીજ ચાલુ છે. આરોપીઓ અમદાવાદ કે આસપાસના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીના અન્ય કેસોમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...