Friday, September 18, 2026

મ્યુ ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ ‘નહિ’, નવા ચહેરાઓને પ્રાધાન્ય અને ‘નો રિપીટ થિયરી’ લાગુ પડશે..!!

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં હવે તમામ રાજકીય પક્ષોની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય બન્યા છે.તે દરમિયાન ભાજપમાં ટિકિટ મેળવવા ઇચ્છુક દાવેદારોની દોડધામ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. અનેક નેતાઓએ પક્ષના કમલમ કાર્યાલયના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું છે. ટિકિટ માટે લોબીંગ અને આંતરિક ગતિવિધિઓ તેજ બની છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો એક વિધાનસભામાં તો બે-બે ટર્મ ચુંટાયેલ મ્યુ કોર્પાેરેટરો ચાર-ચાર કોર્પાેરેટરોએ ધારાસભ્યોના ઝભ્ભા પકડયા હોય તેમ વૈકુંઠ પાર પાડવાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે.તો કેટલાંક કોર્પાેરેટરોએ તો પોતાના ગોડ ફાધરોના ત્યાં આંટાફેરા શરૂ કરી દીધા છે.ભાજપના આંતરિક સૂત્રો અનુસાર, તાજેતરમાં થયેલ અમદાવાદ શહેર સંગઠનની નિમણુંકમાં ભાજપ દ્વારા યુવા ચહેરાઓને મોટેભાગે પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યાે છે, ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની એટલે સ્થાનિક મ્યુ ચૂંટણીમાં પક્ષ જૂની ફોર્મ્યુલા જ અમલમાં મૂકાશે. આ ફોર્મ્યુલા મુજબ 60 વર્ષથી વધુ વયના સિનિયર નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં.

ઉપરાંત,‘રિપીટ થિયરી’ પણ અપનાવવામાં આવશે નહીં. એટલે કે, શહેરોમાં બે કરતાં વધુ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા નેતાઓને ફરી તક આપવામાં નહીં આવે.ભાજપ દ્વારા આ વખતે નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે અને યુવા નેતૃત્વને આગળ લાવવા પ્રયત્ન કરશે. સાથે જ, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને પણ ટિકિટ આપવામાં નહીં આવે.

આ રીતે ભાજપ નક્કી કરેલા માપદંડો અને નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ પક્ષના આ નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...