Friday, September 18, 2026

જાહેરમાર્ગોને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા AMCની જાહેર જનતાને અપીલ

spot_img
Share

અમદાવાદ : હોળીના પવિત્ર તહેવારને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ હોળી પ્રગટાવવાની પરંપરામાં થતી કેટલીક અયોગ્ય પ્રવૃત્તિઓ શહેરના રસ્તાઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે. સામાન્ય રીતે નાગરિકો રસ્તા વચ્ચે ખાડા ખોદીને અથવા સીધા ડામરના રસ્તા પર હોળી પ્રગટાવે છે, જેના કારણે રસ્તાની સપાટીને મોટું નુકસાન થાય છે. ખાડા પાડવાથી ડામરના ભાગમાં પોલાણ સર્જાય છે અને ચોમાસાની ઋતુ દરમિયાન તેમાં વરસાદનું પાણી ઉતરવાની શક્યતા વધી જાય છે. પરિણામે રસ્તાની નીચેની સરફેસ નબળી પડે છે અને અનેક સ્થળોએ રસ્તા બેસી જવા અથવા તૂટવાની સમસ્યા ઉભી થાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ મુદ્દે નાગરિકોને મહત્વપૂર્ણ અનુરોધ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ, હોળી રસ્તાની વચ્ચે પ્રગટાવવાને બદલે રસ્તાની એક બાજુ ઇંટો અથવા પેવર બ્લોક ગોઠવી તેના ઉપર રેતી પાથરીને હોળી પ્રગટાવવી જોઈએ. આ રીતે રસ્તાને થતું નુકસાન અટકાવી શકાય અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય.

સામાન્ય રીતે લોકો જાહેર રસ્તાઓના જંકશન પર, સોસાયટીઓના આંતરિક રોડ અને માર્ગો પર સીધા ડામર રોડ પર લાકડાં છાણા વગેરે એકઠા કરીને હોળી પ્રગટાવે છે. આમ કરવાથી હોળીની જ્વાળાઓની પ્રખર ગરમીથી રોડનો ડામર પીગળી જાય છે, અને રોગ ને નુકસાન થાય છે, તૂટી જાય છે .જેથી ફરી રિપેર કરવા ખર્ચ કરવો પડે છે, અને રોડ તૂટી જવાથી લોકોને પણ તકલીફ પડે છે.

આ ઉપરાંત, AMCએ નાગરિકોને ઝાડની નીચે તેમજ ઇલેક્ટ્રિક અને અન્ય કેબલની ઓવરહેડ લાઈનોની નીચે હોળી ન પ્રગટાવવાની સૂચના આપી છે. ઝાડની નીચે હોળી પ્રગટાવવાથી વૃક્ષો અને તેમાં વસતા પક્ષીઓને નુકસાન થવાની શક્યતા રહે છે, જ્યારે ઓવરહેડ લાઈનની નજીક આગ લગાવવાથી વીજળી સંબંધિત અકસ્માતો અને ગંભીર નુકસાન થવાનો ખતરો રહે છે.

કોર્પોરેશને નાગરિકોને તેમના વિસ્તારની વોર્ડ ઓફિસનો સંપર્ક કરીને યોગ્ય સ્થળ અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન લેવા પણ અપીલ કરી છે. હોળીનો તહેવાર આનંદ અને ભાઈચારોનું પ્રતિક છે, પરંતુ સાથે સાથે જાહેર સંપત્તિ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ દરેક નાગરિકની જવાબદારી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...