Thursday, July 23, 2026

અમદાવાદમાં ડમ્પર ચાલકનો કહેર યથાવત, મોપેડ ચાલકને કચડી નાખતાં કમકમાટીભર્યું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. રોયલ અકબર ટાવર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે મોપેડ સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.લોકોનાં ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતા.બનાવ અંગે જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો 22 વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂર ઝડપે નંબરપ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં મુસ્તકીમ જમીન પર પટકાયો હતો, જેના કારણે તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતીઅને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ મેડિકલ ટીમે તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. એમ ડિવિઝન ટ્રાફિક-પોલીસે મામલાની ગંભીરતા જોઈને યુવકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ડમ્પર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત ડમ્પર ચાલકને પકડવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ પણ રજૂઆત કરી હતી છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, એના કારણે જ આ અકસ્માત થયો છે.દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...