Thursday, September 17, 2026

અમદાવાદમાં વધુ એક અકસ્માત, કન્ટેઇનરની અડફેટે મોપેડ ચાલક મહિલાનું ઘટનાસ્થળે જ મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ પૂર્વમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેઇનર ચાલકે મોપેડ લઈને પસાર થઈ રહેલા પાયલબેન ગજ્જર નામની મહિલાને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઈજાઓને કારણે પાયલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પૂર્વમાં આવેલા વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક કન્ટેનર ચાલકે મોપેડ લઈને પસાર થઈ રહેલા પાયલબેન ગજ્જર નામની મહિલાને જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ગંભીર ઈજાઓને કારણે પાયલબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાજર સ્થાનિક લોકોએ 108 ટીમ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલબેનના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ભોગ બનનાર મહિલા પાયલબેન ગજ્જર મોપેડ લઈને વસ્ત્રાલ રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી ઓવરસ્પીડમાં આવી રહેલા કન્ટેનર ચાલકે જોરદાર ટક્કર મારી હતી, જે બાદ પાયલબેન ટ્રક નીચે ચગદાઈ ગયા જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, હાજર સ્થાનિક લોકોએ 108 ટીમ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘટનાસ્થળે જ પાયલબેનના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે અકસ્માતની સંખ્યાઓમાં પણ વધારો થયો છે. જેમાં મોટા ભાગના અકસ્માતો ઓવરસ્પીડ, બેદરકારીભર્યા ડ્રાઇવિંગના કારણે થયા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...