Wednesday, April 15, 2026

અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ, 6.72 લાખનો દંડ વસૂલાયો

spot_img
Share

અમદાવાદ : AMCના ફૂડ વિભાગ દ્વારા તા. 1 ફેબ્રુઆરી 2026થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન શહેરમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાન દરમિયાન કુલ 495 ખાદ્ય નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં દૂધ અને દૂધની બનાવટોના 110, બેકરી પ્રોડક્ટ્સના 9, મીઠાઈના 16, નમકીનના 32, અનાજ-લોટના 45, ખાદ્યતેલના 35 અને મસાલાના 42 નમૂનાઓનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લીધાં હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની ત્રણ જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા ત્રણેય જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. સંબંધિત એકમોને નોટિસ આપી રૂ. 7,000થી 20,000 સુધીની પેનલ્ટી વસૂલવામાં આવી છે.

ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ત્રણે જગ્યાઓ ઉપર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીના સાત જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ- દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમુના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...