Thursday, September 17, 2026

વૈષ્ણોદેવી સર્કલ પાસે હોટલ હિલ્લોકનો કટનો વિરોધ કરનારા ટોળા સામે ગુનો નોંધાયો

spot_img
Share

અમદાવાદ : વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે છતાં કટ ખોલવામાં ન આવતા રહીશોએ કંટાળીને ભેગા થઇને રોડ બ્લોક કરી દીધો હતો.અહીં વિરોધ કરનાર 100થી 150 લોકોએ વોટ્સએપ ગ્રૂપ બનાવીને ગેરકાયદે મંડળી રચીને સરકારી મિલકતને નુકસાન કર્યાની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત તા.7 ફેબ્રુઆરીએ પણ ટોળાએ આ જ પ્રકારે વિરોધ કરીને સરકારી બેરીકેડ તોડીને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ ગત તા. 21 ફેબ્રુઆરીએ પણ આ રીતે વિરોધ કર્યો હતો. મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા આખરે પોલીસે આ તત્ત્વોને શોધી કાઢવા કવાયત તેજ કરી હતી. દરમિયાનમાં આનંદ આઇ લાઇફ સોસાયટીમાં રહેતા રહીશની પોલીસે પૂછપરછ કરતા તેણે 26 સોસાયટીના મેમ્બરોનું નેબર્સ ન્યૂ ત્રાગડ ગ્રૂપ હોવાની કબૂલાત કરી હતી. આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ કરતા આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેથી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ટોળા પૈકી જીગર ગજ્જર, વિરાજ મેવાડા, ગુંજન, કિશન કંસાગરા, ચિંતન જોષી, રાહુલ પટેલ, મોહબત ગઢવીની ઓળખ કરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...