Thursday, September 17, 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો વિસ્તરણને આપી લીલીઝંડી, હવે ગિફ્ટ સિટીથી શાહપુર સુધી દોડશે મેટ્રો

spot_img
Share

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી તાજેતરની કેબિનેટ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ વિકાસ નિર્ણયો લેવામાં આવ્યા. બેઠક પછી માહિતી આપતા અશ્વિની વૈષ્ણવએ જણાવ્યું કે કુલ 12236 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોને મંજૂરી આપવામાં આવી છે.આ નિર્ણયોમાં અમદાવાદ મેટ્રોનો વિસ્તરણ પણ સામેલ છે. જે શહેર અને રાજ્ય માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા તીર્થમાં આયોજીત કેબિનેટની પ્રથમ બેઠકમાં દેશના વિકાસને નવી ઊંચાઈ બક્ષનારો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ બ્રીફિંગમાં જાણકારી આપી હતી કે કેબિનેટે 12236 કરોડના રોકાણવાળી વિકાસ પરિયોજનાઓ સહિત મોટા નીતિ વિષયક નિર્ણયો પર મોહર મારી છે.

કેબિનેટે અમદાવાદ મેટ્રોના ફેઝ–2B હેઠળ ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગર નજીકના શાહપુર સુધી નવો કોરિડોર વિકસાવવાની મંજૂરી આપી છે. આ નવા રૂટની લંબાઈ આશરે 3.3 કિલોમીટર રહેશે અને તે સંપૂર્ણપણે એલિવેટેડ લાઇન તરીકે વિકસાવવામાં આવશે.આ વિસ્તરણ માટે અંદાજિત 1067 કરોડનો ખર્ચ થશે. સરકાર દ્વારા પ્રોજેક્ટ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

આ વિસ્તરણથી ગિફ્ટ સિટી અને ગાંધીનગર વિસ્તાર વચ્ચે મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. દરરોજ હજારો મુસાફરોને તેનો સીધો લાભ મળશે, તેમજ ટ્રાફિક ભાર ઘટાડવામાં પણ મદદ મળશે. આ નવી લાઇન કાર્યરત થતાં અમદાવાદ અને ગાંધીનગરનું કુલ મેટ્રો નેટવર્ક 71 કિલોમીટરથી વધુ લાંબું બની જશે. જે શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...