Thursday, July 23, 2026

AMCની અનોખી પહેલ ‘ટ્રી બસ સ્ટેશન’: ઝાડ કાપ્યા વગર બનશે હાઈટેક સ્ટોપ, મુસાફરોને ગરમીમાં મળશે ઠંડક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ગરમીમાં બસની રાહ જોતા મુસાફરો માટે હવે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના પર્યાવરણને જાળવવા અને મુસાફરોને કુદરતી ઠંડક આપવા માટે એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. AMTS ટ્રાન્સપોર્ટ કમિટીએ હવે ‘ટ્રી બસ સ્ટેશન’ બનાવવાની મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હયાત વૃક્ષોને કાપવાને બદલે તેની આસપાસ જ આધુનિક બસ સ્ટોપ તૈયાર કરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC દ્વારા શહેરમાં નવી પહેલરૂપે ટ્રી બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજના માટે AMTS દ્વારા ઝાડની આસપાસ ખાસ ડિઝાઇન સાથે બસ સ્ટેશન વિકસાવવામાં આવશે.શહેરના ચાંદખેડા વિસ્તારમાં અમદાવાદનું પ્રથમ ‘ટ્રી બસ સ્ટોપ’ આકાર લેવા જઈ રહ્યું છે. AMTS કમિટીના નિર્ણય મુજબ, આ બસ સ્ટોપ કોઈ સામાન્ય કોંક્રિટનું માળખું નહીં હોય, પરંતુ રસ્તા પર આવેલા ઘટાદાર વૃક્ષની આસપાસ જ તેને ડિઝાઇન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 5.72 લાખનો ખર્ચ કરવામાં આવનાર છે. વૃક્ષના છાંયડામાં બેસીને મુસાફરો બસની રાહ જોઈ શકશે.

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી જાણીતી છે, ત્યારે આ ટ્રી બસ સ્ટેશનમાં મુસાફરોને વિશેષ રાહત આપવા માટે ‘મિસ્ટ સ્પ્રિંકલર’ લગાવવામાં આવશે. આ સ્પ્રિંકલરમાંથી ઉડતી પાણીની બારીક બુંદો વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે, જેનાથી બસની રાહ જોતા લોકોએ પરસેવે રેબઝેબ નહીં થવું પડે. આ ઉપરાંત સ્ટેશન પર આરામદાયક ચેર અને બાંકડાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, જેથી વૃદ્ધો અને દિવ્યાંગોને પણ સરળતા રહે.

AMCની ટ્રાન્સપોર્ટ કમિટીમાં પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. પાયલોટ પ્રોજેક્ટ છે. અત્યારે દરેક ઝોનમાં શરૂઆતમાં 2-2 સ્ટેશન પર આ રીતે કામ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિકાસના નામે રસ્તા પરના હયાત ઝાડ કાપવા ન પડે અને કુદરતી છાંયડાનો મહત્તમ ઉપયોગ કરી શકાય. જો આ પ્રયોગ સફળ રહેશે, તો આગામી સમયમાં સમગ્ર શહેરમાં આવા ‘ટ્રી બસ સ્ટોપ્સ’ જોવા મળી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...