અમદાવાદ : આગામી તા. 26 સપ્ટેમ્બરથી નવલા નોરતાનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા 9 દિવસ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી દેવાઈ છે. તે બાદ આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બીજી મહત્વની જાહેરાત કરતાં કહ્યું છે કે નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ પણ હોટલ ખુલ્લી રહેશે. એટલે કે ખેલૈયાઓ હવે ગરબાની મોજ માણી ખાણી પીણીનો આનંદ પોલીસની રોકટોક વગર લઈ શકશે.
25 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. ત્યારે હવે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે. બે વર્ષ બાદ માંડ ગરબા કરવા મળે છે ત્યારે સરકારે રાત્રે 12 વાગ્યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે, ગરબા પૂર્ણ થયા બાદ રાત્રે 12 વાગ્યા પછી હોટલ ખુલ્લી રહેશે. નવરાત્રિમાં 12 વાગ્યા પછી હોટલ ખુલ્લી રાખી શકાશે.
સરકારની આ જાહેરાતથી ખેલૈયાઓએ ખુશી વ્યક્ત કરી. ખેલૈયાઓએ કહ્યું કે, કોરોના બાદ જનજીવન માંડ થાળે પડ્યુ છે. આવામાં પહેલીવાર ગરબા રમવા મળી રહ્યાં છે. તેથી સૌથી મોટી મૂંઝવણ એ હતી રાત્રે વાગ્યા પછી ખાવા ક્યાં જવુ. લોકો ગરબા રમીને થાક્યા હોય, ભૂખ લાગી હોય આવામાં હોટલ ખુલ્લી ન હોય તો લોકોને ઘરે જવુ પડતું. હવે જ્યારે હોટલોને છૂટ મળી છે તો અમને ભૂખ્યા ઘરે જવુ નહિ પડે.