Wednesday, July 22, 2026

અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરીને લીધે ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું

spot_img
Share

અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલો હાટકેશ્વર બ્રિજ તોડવાની કાર્યવાહી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. મુખ્ય રોડ પરના બે સ્પાન તોડવાને લઈને ટીવી ગતિએ ચાલતી કામગીરી મામલે સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ હાટકેશ્વર બ્રિજના બંને બાકી રહેલા છેલ્લા સ્પાન તોડવા માટે ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ,શહેરના પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરીને લઈને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં આગામી તા.4 એપ્રિલ, 2026 સુધી અથવા તો બ્રિજ ડિમોલિશનની કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી દિવસ અને રાત્રિ દરમિયાન ગુરુજી બ્રિજથી અમરાઈવાડી અને અમરાઈવાડીથી ગુરુજી બ્રિજ તરફ જવા વાહનચાલકોએ અન્ય વૈકલ્પિક રસ્તાનો અવરજવર કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે.

બ્રિજના બંને છેડેથી વચ્ચેના ભાગ સુધી ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે પરંતુ, બેસ પાન તોડવા માટે ખૂબ જ ટ્રાફિક હોવાના કારણે તેને બંધ કરવાની જરૂરિયાત હોવાથી તેમજ આસપાસના વિસ્તારોમાં કોઈ નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને બ્રિજ તોડવામાં આવી રહ્યો છે. ડિમોલિશનની કામગીરી સરળતાથી હાથ ધરી શકાય તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય અને વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુસર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

ડાયવર્ઝન મુજબ, જેમાં જે વાહનચાલકો મણીનગરના ગુરૂજી બ્રિજ તરફથી આવતા હાટકેશ્વર બ્રિજના એક ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના કે.સી ટી સ્ટોલ બાજુના સ્પાન નીચેથી પસાર થઈ અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફ જવાનુ રહેશે.

જ્યારે અમરાઈવાડી સ્વસ્તિક ચાર રસ્તા તરફથી આવતા ટ્રાફિકે બ્રિજના ઓબ્લીગેટરી (મુખ્ય)સ્પાનની પાસેના બાજુના ભાગમાં તોડવામાં આવેલા સ્પાનની ખુલ્લી જગ્યા પાસેથી પસાર થઈ ગુરૂજી બ્રિજ તરફ જવાનુ રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના કારણે હાટકેશ્વર ચાર રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. જેથી ટ્રાફિક પોલીસના જવાનો સતત હાજર રાખવા પડે એવી સ્થિતિ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...