Sunday, March 22, 2026

જુના વાડજમાં પાણીના ટેન્કરે 2 બાળકને અડફેટે લેતા 1નું મોત અને એક ઈજાગ્રસ્ત

spot_img
Share

અમદાવાદ : શનિવારે(21 માર્ચ) સવારે અમદાવાદના જુના વાડજમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં વાડજ બ્રિજ નીચે બે બાળકો હતા તેમાં બન્ને બાળકોને અડફેટે લીધા હતા જેમાં એકનું મોત થયું છે અને એકને સારવાર માટે ખસેડાયો છે, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને ટેન્કરના ચાલકને ઝડપી પાડયો હતો.જે મામલે બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના જૂના વાડજમાં રહેતા સંજય સોલંકી છૂટક મજૂરી કરે છે. સંજયભાઈને બે દીકરીઓ છે, જેમાં એક 7 વર્ષની અને એક 6 વર્ષની છે. સંજયભાઈની દીકરી સવારના સમયે જૂના વાડજ BRTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમતી હતી. ત્યારે પાણીના ટેન્કરનો ચાલક રિવર્સ ચલાવી રહ્યો હતો. ટેન્કરચાલકે પૂરઝડપે ટેન્કર રિવર્સમાં આવવા દેતા રમતી બે દીકરીઓને અથડાયું હતું.

આ દરમિયાન 7 વર્ષની બાળકીના માથા પરથી ટેન્કર ફરી વળતા માથું છુંદાઈ ગયું હતું. બાળકીનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું.જ્યારે પાયલને પણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો અને ચાલીઓની આસપાસ પૂરઝડપે પસાર થતા ભારે વાહનો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. પોલીસે વાહનચાલકોને અપીલ કરી છે કે ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને ગીચ વસ્તીમાં વાહન ચલાવતી વખતે અત્યંત સાવચેતી રાખવી જોઈએ જેથી આવી દુર્ઘટનાઓ ન બને.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...