Thursday, September 17, 2026

અમદાવાદીઓને ગરમીથી મળશે રાહત, શહેરના 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓને ઉનાળામાં ગરમીના ધોમ ધખતાં તાપમાં વાહનચાલકોને એમાંય ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને રાહત આપતો નિર્ણય AMC દ્વારા લેવામાં આવ્યો છે. શહેરના સૌથી વ્યસ્ત એવા 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લગાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે.આ નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)દ્વારા શહેરના સૌથી વધારે ટ્રાફિક અને બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.ક્રેડાઈ અને અન્ય સંસ્થાના સહયોગથી આ નેટ લગાવવામાં આવી છે. લાલદરવાજા વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે.

ટુ વ્હીલર ચાલકોને ગરમીના સમયમાં ચાર રસ્તા ઉપર વધારે સમય ઊભું રહેવું પડે છે જેને લઈને ગરમીની આડઅસર થવાની શક્યતાઓ છે. સૌથી વધારે ટ્રાફિક જે ચાર રસ્તા ઉપર આવેલા છે તેમને આઇડેન્ટીફાય કરીને આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી લગાવવામાં આવી રહી છે.10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવવામાં આવશે.

શહેરમાં 291 જેટલા ટ્રાફિક સિગ્નલો આવેલા છે જેમાંથી 78 જેટલા ટ્રાફિક સિગ્નલો જ્યાં ઓછો ટ્રાફિક હોવાના પગલે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બ્લીન્કીંગ મોડ ઉપર રાખવામાં આવ્યા છે. જેથી ત્યાં વાહન ચાલકોને ગરમીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે ટ્રાફિક જંકશન ચાલુ છે ત્યાં ગરમી વાહન ચાલકોને ઓછી લાગે ત્યાં નેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...