Thursday, September 17, 2026

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કમિશનર ફરી મેદાનમાં, અધિકારીઓને આપી જરૂરી સૂચના

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સતત વધતી જતી વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિક ફરી એક વાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય તે હેતુથી તેમણે જાતે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું તાગ મેળવ્યો હતો. જેમાં આજે પિરાણા ખાતે પોલીસ કમિશનરે કરી વિઝીટ અને નારોલ-વિશાલ બ્રિજ પર ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનરે પિરાણા ખાતે વિઝીટ કરી અને નારોલ-વિશાલ બ્રિજ પર ટ્રાફિકની સમીક્ષા કરવામાં આવી હતી, પિરાણા કટ બંધ કર્યા બાદ ટ્રાફિકમાં રાહત હોવાની વાત પોલીસ કમિશનર જી.એસ.મલિકે મિડીયાને કરી છે, નારોલથી વિશાલા વચ્ચે બ્રિજની કામગીરી ચાલુ છે અને પીરાણા કટ થોડા સમય પહેલા બંધ કર્યો અને તેને લઈ ટ્રાફિક હળવો થયો હોવાની વાત સામે આવી છે, પોલીસ કમિશનરનું વધુમાં કહેવું છે કે, ટ્રાફિક હળવો કરવા પોલીસ સ્ટાફમાં વધારો કર્યો છે અને આવતીકાલે પેલેડીયમ મોલ ખાતે કમિશનર ટ્રાફિકને લઈ વિઝીટ કરશે.

અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તા કે જયાં સિગન્લ પર લોકો ઉભા રહે છે પરંતુ જે લોકોને ડાબી સાઈડ તરફ જઉં હોય તે લોકો માટે થોડું અઘરૂ એટલા માટે થઈ જાય કે લોકો સિગન્લ પર પણ ડાબી સાઈડ ઉભા રહી જાય છે અને જે લોકોને ડાબી સાઈડ વળવું છે તે લોકોને જગ્યા મળતી લોકો હોર્ન મારે છે તો પણ તેમને સાઈડ મળતી નથી, અમદાવાદ શહેર પોલીસ તમે ડ્રાઈવ ચલાવો છો એ સારી વાત છે પણ આ લેફટ સાઈડને લઈ પણ ડ્રાઈવ ચલાવો નહીતર લોકો પોતાના નિયમો ઘરના બનાવીને અન્યને સાઈડ આપતા નથી.

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અને ટ્રાફિકની સમસ્યાથી લોકોને રાહત મળે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે અને તે નિર્ણયોના કારણે શહેરીજનોને થોડો ફાયદો થયો છે, શહેરમાં ઘણી જગ્યાએ નવા વિકાસના કામો ચાલી રહ્યાં છે જેને લઈ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...