Thursday, September 17, 2026

રાણીપમાં 42 વર્ષીય યુવકની આત્મહત્યા, હચમચાવનારી સ્યુસાઇડ નોટમાં પત્નીના આડા સંબંધોનો પર્દાફાશ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. 42 વર્ષીય યુવકે ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આપઘાત પહેલા લખાયેલી સુસાઇડ નોટમાં પત્ની પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને આધારે રાણીપ પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગોતા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ દેસાઈએ પોતાના ભાઈ દશરથ દેસાઈના મોત અંગે ફરિયાદ નોંધાવી છે. દશરથના લગ્ન અંદાજે 15 વર્ષ પહેલા ભગવતી સાથે થયા હતા અને તેમને એક દીકરો અને એક દીકરી પણ છે. પરિવાર રાણીપના સુંદરવન સોસાયટીમાં રહેતો હતો. ફરિયાદ મુજબ, દશરથએ પોતાની પત્નીના અનેક પુરુષો સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પત્નીના ફોનની કોલ ડીટેલ્સ કાઢતા ઘણા લોકો સાથે સંપર્ક હોવાનું સામે આવ્યું હોવાનું પણ આક્ષેપ છે. આ મુદ્દે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા પત્ની પોતાના પિયરમાં જતી રહી હતી.

ત્યાર પછી પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવાયું હતું અને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફરી સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ 21 માર્ચે પત્નીના ભાઈઓ ઘરે આવી દશરથ પર ખોટા આરોપ લગાવી તેને ધમકાવ્યા અને પોતાની બહેનને ફરી સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર ઘટનાના બાદ દશરથ માનસિક તણાવમાં આવી ગયો હતો. 22 માર્ચે સવારે ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. પોલીસે સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં પત્ની સામે ગંભીર આક્ષેપો સાથે બાળકો પ્રત્યે લાગણીસભર શબ્દો લખાયેલા છે સાથે જ આર્થિક નુકસાન અને ઘરેલુ તણાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મૃતકે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું આત્મહત્યા કરું છું કારણ કે મારી પત્નીના અનેક લોકો સાથે આડા સંબંધો હતા. મેં ઘણું સમજાવ્યું અને સમાધાન પણ કર્યું, છતાં તેમાં કોઈ સુધારો આવ્યો નહીં.’ મહત્ત્વનું છે કે, પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સ્યૂસાઈડ નોટમાં મૃતકની પત્નીના અન્ય પુરુષો સાથેના સંપર્ક અને મોબાઈલ નંબરની વિગતો પણ આપવામાં આવી છે. વધુમાં, પત્નીએ સગા-સંબંધીઓના દાગીના ગીરવે મૂકી દીધા હોવાનું પણ સામે આવ્યું છે. દશરથભાઈએ પત્નીને સજા અપાવવાની વિનંતી કરી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...