Thursday, September 17, 2026

સોલામાં નિવૃત્ત PIનો આપઘાત, કામનો નથી, કાઢી મૂકો,’ પત્ની-સાળી અને પુત્રના ત્રાસનો આક્ષેપ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નિવૃત્ત પોલીસ ઈન્સ્પેક્ટર (PI) દ્વારા આપઘાતની ઘટનાએ ચકચાર મચાવી છે. SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જ્યંતિભાઈ પરમારે 24 માર્ચે સવારે ચાંદલોડિયા વિસ્તારમાં પોતાની બોલેરો પીકઅપમાં ઝેર પી આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, SRPમાં ફરજ બજાવનાર નિવૃત્ત PI જયંતી પરમાર જ્યારે પોલીસની સર્વિસમાં હતા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ નિવૃત્તિ બાદ તેમના જ ઘરમાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ હતી. નિવૃત્ત થયા પછી તે હવે કોઈ કામના નથી તેમ કહીને તેમની પત્ની અને સાળી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા, જેના કારણે નિવૃત્ત PI ભારે માનસિક દબાણમાં રહેતા હતા.

મૃતકના ભાઈનો આક્ષેપ છે કે જમવાનું પણ આપતા નહોતા. તેમનો નાનો પુત્ર પણ તેને માર મારતો હતો. એટલું જ નહીં પેન્શનની રકમ પણ આપી દેવા માટે દબાણ કરતા હતા. અવારનવાર અપમાનિત કરીને તેઓને ઘરમાંથી કાઢી મૂકતા મૃતક તેમના ભાઈના ત્યાં પણ રહેવા માટે જતા રહેતા હતા. 18મી માર્ચના દિવસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મૃતકનો નાનો દીકરો મનોજ દારૂ પીને આવ્યો હતો. ‘માસીના વીસ લાખ રૂપિયા ખાઈ ગયો છે’ તેવા આક્ષેપો કરીને માર મારવા લાગ્યો હતો. જ્યારે તેમના સાળીએ કેરેક્ટર સંબંધિત ખોટા આક્ષેપો કર્યા હતા.

જ્યારે સાળી મૃતકના ઘરમાં ચઢામણી કરીને તેમના કેરેક્ટર બાબતે ખોટા આક્ષેપો કરીને અવારનવાર ઝઘડા-તકરાર કરાવીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. તેમનો નાનો દીકરો પણ અવારનવાર દારૂ પીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. મૃતકે જેની જાણ પોલીસને અને તેમના પરિવારજનોને પણ કરી હતી.આમ કંટાળીને મૃતક જયંતીભાઈ 25મી માર્ચના દિવસે ઘરેથી નીકળીને સસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકની પત્ની, સાળી અને નાના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...