Thursday, September 17, 2026

અમદાવાદના આ પોલીસ સ્ટેશનની અનોખી પહેલ, પાન-મસાલા, તમાકુ ખાવા પર પ્રતિબંધ, ઓફિસની બહાર જ સૂચના

spot_img
Share

અમદાવાદ : શહેરમાં વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવા માટે એક અનોખી પહેલ સામે આવી છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા પાન-મસાલા અને તમાકુના ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.આ પહેલનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓમાં સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે અને ફરજ દરમિયાન વ્યસનથી દૂર રહેવાની સંસ્કૃતિ વિકસાવવાની છે.

ખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવડાવ્યા છે અને જો કોઈપણ પોલીસ કર્મચારી પાન-મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર આવા બોર્ડ મારી વામાં આવ્યા છે. બેથી ત્રણ ઓફિસની બહાર આ જ પ્રમાણે બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી જે પણ પોલીસ કર્મચારી ઓફિસમાં ફરજ બજાવતો હોય તેના ધ્યાન ઉપર આવે કે પોલીસ સ્ટેશનમાં પાન મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં.

આ પહેલ એક સંદેશ પણ આપે છે કે કાયદાનું પાલન કરાવનારોએ પોતે પણ શિસ્ત અને સ્વસ્થતા જાળવવી જોઈએ. ખોખરા પોલીસ સ્ટેશનનો આ પ્રયાસ શહેરના અન્ય પોલીસ સ્ટેશનો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ રીતે, અમદાવાદ પોલીસ દ્વારા લેવામાં આવેલી આ અનોખી પહેલ વ્યસન મુક્ત સમાજ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...