Wednesday, July 22, 2026

અમદાવાદની આ હોસ્પિટલમાં દર્દીઓના ભોજનમાંથી નીકળી જીવાત, દર્દીઓનો હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC જનરલ હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતી ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પીરસવામાં આવેલા રાત્રિ ભોજનમાંથી જીવાત અને ઈયળો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા સીધી કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાપુનગરની આ સરકારી હોસ્પિટલમાં અંદાજે 200 જેટલા દર્દીઓ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ છે. દરરોજની જેમ રાત્રે દર્દીઓને ખીચડી, પાલકની ભાજી અને રોટલી પીરસવામાં આવી હતી. જોકે, જ્યારે ગોમતીપુરના બાબુભાઈ પરમાર અને નિકોલના વિજયાબેન દવે જેવા દર્દીઓ જમવા બેઠા, ત્યારે તેમની ખીચડીમાં જીવાત (ઇયળો) તરતી જોવા મળી હતી. પરંતુ પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો.અને હોસ્પિટલમાં જમવાનો બહિષ્કાર કરી હોબાળો મચાવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ હોસ્પિટલ પહોંચ્યા હતા અને CMO ને મૌખિક રજૂઆત કરી હતી. તેમની કડક સૂચના બાદ હોસ્પિટલના કિચનમાં ઉતાવળે સફાઈ કરીને દર્દીઓ માટે ફરીથી નવું ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું. આક્ષેપ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલના કિચન અને સ્ટોરની જવાબદારી સંભાળતા અધિકારી કૈલાશ મીણા એક સિનિયર ઓફિસરના સગા હોવાથી, વારંવારની ગંભીર બેદરકારી છતાં તેમની સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...