Wednesday, May 20, 2026

અમદાવાદમાં ભાજપના જ નિયમોથી ભૂકંપ આવશે ! 40 થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે

spot_img
Share

અમદાવાદ : આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.વિધાનસભા મુજબ આવતા વોર્ડની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. બે દિવસમાં AMC ના તમામ 48 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ટિકિટ વાંછુકોને સાંભળીને રિપોર્ટ ચૂંટણી સમિતિ તરફ મોકલાશે. પરંતું ભાજપના ટિકિટના નિયમોને કારણએ અમદાવાદમાં 40 થી વધુ કોર્પોરેટરની ટિકિટ કપાઈ શકે છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને સાથે જ ભાજપ પક્ષ એક્શન મોડમાં આવી ગયું છે. પરંતું સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપે કેટલાક નિયમો બનાવ્યા છે. કેવા ઉમેદવારોની પસંદગી કરવી તે માટે ભાજપની ચૂંટણી સમિતિએ કેટલાક મહત્વના નિયમો બનાવ્યા છે. આ સાથે ભાજપે ઉમેદવારી ફોર્મ પણ જાહેર કર્યું છે. જેમાં સંગઠનમાં નિભાવેલી જવાદારીઓની સાથે સાથે કોઈ કેસ છે કે નહીં, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને ફોલોઅર્સની સંખ્યા પણ પૂછવામાં આવી છે.

ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અનામત રોટેશન અને ભાજપના નિયમો મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 160 માંથી 40 ટકા જેટલા ઉમેદવારોની ટિકિટ કપાશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 40 થી વધુ કોર્પોરેટરોની ટિકિટ કપાઈ શકે છે. વય મર્યાદા, ત્રણ ટર્મ પૂરી થવી અને ગેરશિસ્ત જેવા કારણોસર આ નિર્ણય લેવાઈ શકે છે.જેના કારણે થઈને નવોદિતોને ચાન્સ મળશે.

ભાજપના ટિકિટ માટેના નિયમો

60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ટિકિટ નહીં આપવામાં આવે
ત્રણ ટર્મથી ચૂંટણી લડતા ઉમેદવારને ફરી મોકો નહીં મળશે
એક પરિવારમાંથી એક જ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે

કોના કોના પત્તા કપાઈ શકે છે?
જતીન પટેલ (ઘાટલોડીયા), દેવાંગ દાણી (બોડકદેવ), કાંતિભાઈ પટેલ (બોડકદેવ), જયેશ પટેલ (નારણપુરા), ગીતાબેન પટેલ (નારણપુરા), ભરત પટેલ (ચાંદલોડીયા), હીરાભાઈ પરમાર (ચાંદલોડીયા), રાકેશ બ્રહ્મભટ્ટ (ચાંદખેડા), ઉમંગ નાયક (ખાડીયા), જશુભાઈ ચૌહાણ (શાહીબાગ),
દિનેશ કુશવાહ (સરસપુર), ચેતન પરમાર (ખોખરા), સિધ્ધાર્થ પરમાર (રામોલ), મૌલિક પટેલ (રામોલ)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અનેક કોર્પોરેટરના પત્તા કપાઈ શકે છે. જેમાં વયમર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મનો નિમય લાગુ પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 21 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. ત્યારે અમદાવાદના 48 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગી શરૂ થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપમાં અંદરખાને જ પરિવર્તન થઈ શકે છે. આ પરિવર્તન ભાજપના જ નિયમોને કારણે આવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...