Saturday, April 4, 2026

અમદાવાદમાં AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ, હવે દબાણ અને ટ્રાફિક સમસ્યા સામે JET ની ટીમ ત્રાટકશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને એન્ક્રોચમેન્ટ સંબંધિત મુદ્દાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ પોલીસ, ટ્રાફિક પોલીસ તેમજ અન્ય સંબંધિત વિભાગો સાથે મળીને સંકલિત કામગીરી હાથ ધરશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં AMC અને પોલીસ દ્વારા આ માટે ખાસ Joint Enforcement Team (JET) ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના અતિક્રમણ દૂર કરવા માટે કામગીરી કરશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને અવરોધમુક્ત રાખવા પ્રેરિત કરવો અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના અવરોધોને દૂર કરવામાં આવશે. સાથે સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે.

શહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે એન્ક્રોચમેન્ટ દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે.

અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે. જેથી તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે. આ માર્ગોમાં સી.જી. રોડ, સ્ટેડીયમ રોડ (સી.જી. રોડ થી નારણપુરા ચાર રસ્તા), નારણપુરા ચાર રસ્તાથી અંકુર થી શાસ્ત્રીનગર, વાડજ સર્કલ થી દધીચિ બ્રીજ, 132 ફૂટ રીંગ રોડ,

આ ઉપરાંત એસ.જી. હાઇવે (ઇસ્કોન થી કે.ડી. હોસ્પિટલ), જજીસ બંગલો રોડ, બાગબાન પાર્ટી પ્લોટ, સુરધારા ચાર રસ્તાથી ઝાયડસ હોસ્પિટલ સુધી, સુભાસચોક થી ઝાયડસ હોસ્પિટલ, સાયન્સ સીટી રોડ, સિંધુભવન રોડ, ડ્રાઈવ ઇન રોડ, એસ.જી. હાઇવે, આનંદનગર, દધીચિ બ્રીજ થી દિલ્લી દરવાજા તેમજ અન્ય મહત્વપૂર્ણ માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો પર પાર્કિંગ વ્યવસ્થા અંગે નાગરિકોને યોગ્ય માહિતી પણ આપવામાં આવશે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે.

આ સમગ્ર અભિયાન દ્વારા શહેરમાં ટ્રાફિક શિસ્ત અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાનો અને નાગરિક સહભાગિતાથી વધુ વ્યવસ્થિત અને સુવ્યવસ્થિત અમદાવાદનું નિર્માણ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...