Thursday, September 17, 2026

ન્યુ રાણીપમાં હત્યાકાંડ: PM રિપોર્ટે પોલ ખોલી, પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ન્યૂ રાણીપમાં આવેલા પર્લ-78 રેસીડેન્સીમાં રહેતા હર્ષ પ્રજાપતિએ તેની 35 વર્ષીય પત્ની કોમલની ગળું દબાવી હત્યા કરી હોવાના આરોપસર સાબરમતી પોલીસે તેની ધરપકડ કરી છે. શરૂઆતમાં આ કેસ અચાનક બીમારીને કારણે થયેલા મોતના નાટક જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના આક્ષેપો બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘટનાની વિગતે વાત કરીએ તો, ગત 4 એપ્રિલે મૃતક પત્નીનો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. આરોપી પતિ હર્ષ પ્રજાપતિએ પોલીસ કે એમ્બ્યુલન્સને ગેરમાર્ગે દોરવા માટે એવું નાટક કર્યું હતું કે તેની પત્નીને ચક્કર આવતા તે નીચે પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું છે. તેણે 108 ને પણ આ જ પ્રકારનો કોલ કરીને બનાવને અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તબીબો દ્વારા પત્નીને મૃત જાહેર કર્યા બાદ સાબરમતી પોલીસે શંકાના આધારે તપાસ શરૂ કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા જાણવા મળ્યું કે પત્નીનું મોત કુદરતી રીતે નહીં, પરંતુ તેનું ગળું દબાવીને કરાયેલી હત્યાને કારણે થયું હતું. પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાના નિશાન અને શ્વાસ રુંધાવાથી મોત થયું હોવાની બાબત સામે આવતા હત્યાનો કેસ સ્પષ્ટ થયો હતો.

પોલીસની કડક પૂછપરછમાં આરોપી હર્ષ પ્રજાપતિ ભાંગી પડ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે હર્ષ કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં OT આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. અનૈતિક સંબંધોની શંકા અને ઘરકંકાસને કારણે તેણે પોતાની પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આરોપીએ હત્યા કર્યા બાદ પોલીસ અને પરિવારજનોને ગેરમાર્ગે દોરવાનો પ્લાન બનાવ્યો હતો, જે અંતે નિષ્ફળ રહ્યો.

સાબરમતી પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આરોપીના અન્ય કોઈ કાવતરા કે આ હત્યામાં કોઈની મદદ મળી હતી કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ કરી રહી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલા પ્રયત્ન કરે, પરંતુ વિજ્ઞાન અને તપાસની મદદથી સત્ય હંમેશા બહાર આવી જ જાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...