Thursday, June 4, 2026

બે બિલ્ડરોને 2.50 કરોડનો દંડ ફટકારતું `રેરા’, પ્રોજેક્ટના નાણાં અલગ ખાતામાં જમા ન કરાવ્યા

spot_img
Share

ગાંધીનગર : ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા સુરતના બે બિલ્ડરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના ‘ઓફિરા સિએસ્ટા’ પ્રોજેક્ટના પ્રમોટર ‘અવંતિસ ડ્રીમ હોમ્સ એલએલપી’ એ પ્રોજેક્ટના નાણાં અલગ બેંક ખાતામાં જમા ન કરાવીને રેરાના નિયમોનો ભંગ કર્યો હોવાથી ઓથોરિટીએ તેમને રૂ.2 કરોડ રૂપિયાનો માતબર દંડ ભરવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓથોરિટી સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, વર્ષ 2021 થી 2024 દરમિયાન આ પ્રમોટરે અંદાજે 40.70 કરોડ રૂપિયાથી વધુની રકમ રેરાના નિયમ મુજબ અલગ રખાયેલા બેંક ખાતામાં જમા કરાવી ન હતી.સુનાવણી દરમિયાન પ્રમોટરે એવી દલીલ કરી હતી કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથેના લોન કરાર અને બેંકના ‘રાઈટ ઓફ સેટ-ઓફ’ ને કારણે જો તેઓ ખાતામાં નાણાં જમા કરાવતા તો બેંક તે રકમ લોન પેટે વસૂલી લેતી હતી.આથી બાંધકામ અટકે નહીં તે હેતુથી તેમણે આ રકમ સીધી પ્રોજેક્ટના કામમાં વાપરી હતી. પ્રમોટરે વધુમાં જણાવ્યું કે આમાં કોઈ ઉચાપત કરવામાં આવી નથી અને પ્રોજેક્ટનું કામ પણ પૂર્ણતાના આરે છે.

ઓથોરિટીએ નોંધ્યું કે જાણ બહાર થઈ ભૂલ નથી, જાણી જોઈને નિયમોનું ઉલંલ્ઘન કરાયું છે. ફોર્મ-5 (વાર્ષિક ઑડિટ રિપોર્ટ) બિલ્ડરના પોતાના લોગ-ઇન આઇડીથી અપલોડ કરવામાં આવ્યા હતા, તો તમને આ ગેરરીતિ વિશે ખબર ન પડી તે માની શકાય નહીં.વધુમાં, આ અંગે ઓથોરિટીને અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી.

આખરે, પ્રોજેક્ટના અંદાજિત ખર્ચ, રકમની મોટી હેરફેર અને ત્રણ વર્ષ સુધી ચાલેલી આ બેદરકારીને ધ્યાને રાખીને એડજ્યુડિકેટિંગ ઓફિસર પી.આર. પટેલે પ્રમોટરને 30 દિવસની અંદર રૂ.2 કરોડ રૂપિયાનો દંડ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ દંડની રકમ બિલ્ડરે પોતાના અંગત ભંડોળમાંથી આપવાની રહેશે અને તે પ્રોજેક્ટના ખાતામાંથી કે ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં.

આ સિવાય સુરતના `શ્રી કુબેરજી એલિગન્ટ’ પ્રોજેક્ટના પ્રમોટરે રિયલ એસ્ટેટ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી ગ્રાહકો પાસેથી મળેલી રકમ અલગ બેંક ખાતામાં જમા ન કરાવતા, ઓથોરિટીએ તેમને 50 લાખ રૂપિયાનો માતબર દંડ ફટકાર્યો છે.

આ કેસની વિગતો મુજબ, રેરા દ્વારા હાથ ધરવામાં આવેલી સુઓમોટો તપાસમાં જાણવા મળ્યું હતું કે, પ્રમોટરે નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 દરમિયાન અંદાજે 9.77 કરોડ રૂપિયાથી વધુની રકમ પ્રોજેક્ટના નિયત રેરા બેંક ખાતામાં જમા કરાવી ન હતી.બિલ્ડર તરફથી બચાવમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમના એકાઉન્ટન્ટ રેરાના નિયમોથી અજાણ હતા અને સંબંધિત સ્ટાફ સભ્ય નોકરી છોડીને જતો રહ્યો હોવાથી આ ભૂલ થઈ હતી.વધુમાં તેમણે એવી ખાતરી આપી હતી કે, આ રકમનો ઉપયોગ માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જ કરવામાં આવ્યો છે.

જોકે, રેરાના એડજ્યુડિકેટિંગ ઓફિસર પી. આર. પટેલે આ બચાવને નકારી કાઢતા જણાવ્યું હતું કે ઓડિટ રિપોર્ટ પ્રમોટરના પોતાના લોગિન દ્વારા જ અપલોડ કરવામાં આવ્યા હોવાથી તેઓ આ જવાબદારીમાંથી મુક્ત થઈ શકે નહીં.

ઓથોરિટીએ નોંધ્યું હતું કે, આ પ્રકારની નાણાકીય ગેરરીતિને હળવાશથી લઈ શકાય નહીં, ખાસ કરીને જ્યારે અન્ય ત્રણ પ્રોજેક્ટ્સમાં પણ આવી જ ક્ષતિઓ જોવા મળી હોય. આ ચુકાદા અનુસાર, પ્રમોટરે આગામી 30 દિવસમાં દંડની રકમ ભરવાની રહેશે.

રેરા એક્ટની કલમ 4(2)(1)(ડી) મુજબ બિલ્ડરે ગ્રાહકો પાસેથી મળેલા નાણાંના 70 ટકા રકમ એક અલગ ખાતામાં રાખવાની હોય છે, જેનો ઉપયોગ માત્ર બાંધકામ અને જમીનના ખર્ચ માટે જ કરી શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...