Tuesday, September 29, 2026

અમદાવાદીઓ આનંદો : AMC સંચાલિત કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ હવે નાના પ્રોગ્રામો માટે 6 કલાક માટે ભાડે અપાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં હવે પાર્ટ ટાઈમ હોલ ભાડે આપવાની દરખાસ્તને આજે મંજૂરી આપવામાં આવી છે. હોલનું ભાડું પ્રવર્તમાન દરના 50 ટકા જેટલું ચૂકવવાનું રહેશે.જેને લઈને હવે કોર્પોરેશન સંચાલિત હોલ, ઓડિટોરિયમ, પિકનિક હાઉસ અને પાર્ટી પ્લોટ હવે આખા દિવસની જગ્યાએ છ કલાક માટે પણ ભાડે આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલને હવે 6 કલાક માટે ભાડે આપવાની નીતિને આજે મંજૂરી આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ નવી નીતિ મુજબ હવેથી બર્થ ડે પાર્ટી, કિટ્ટી પાર્ટી, પેન્શનરોની મીટીંગ, સિનિયર સીટીઝન મીટીંગ, પ્રદર્શનો, ધાર્મિક પ્રસંગો અને કોર્પોરેટ મીટીંગ વગેરે તેમાં યોજી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલનું ભાડું જે અત્યારે ભાડું છે તેના કરતાં 50 ટકા લેવામાં આવશે.જ્યારે ડિપોઝિટ સો ટકા ભરવાની રહેશે.વહીવટી અને સફાઈ ચાર્જ જે હાલમાં છે તે જ મુજબ લેવામાં આવશે સવારે 8 થી બપોરે 2 અને સાંજે વાગ્યા સુધી ભાડે મેળવી શકશે. એક મહિના પહેલા લોકોએ મેળવવા માટે બુકિંગ કરાવવાનું રહેશે.

જોકે આ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે. કોઈપણ પ્રકારનો જમણવાર તેમાં યોજી શકાશે નહીં માત્ર બહારથી હળવો નાસ્તો લાવીને કરી શકાશે. ઝોનના સિવિક સેન્ટર ઉપર આ માટે ડિપોઝિટ અને ભાડું ભરી અને નોંધણી કરાવી શકાશે.પાર્ટ ટાઈમ માટે હોલ ભાડે આપવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...