Thursday, September 17, 2026

અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે રજૂ કર્યું સંકલ્પ પત્ર “જન સમર્થન”, 50 હજાર પાકા મકાનો સહિતના વચનોની લ્હાણી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. “જન સમર્થન”ના નામે રજૂ કરાયેલા આ સંકલ્પ પત્રને શહેર પ્રભારી ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ માટે શહેરના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સંકલ્પ પત્રમાં અમદાવાદને સ્લમમુક્ત બનાવવાનો મોટો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 50 હજારથી વધુ પાકા મકાનો બનાવવાની યોજના સામેલ છે. સાથે જ કેન્સર માટે વિશેષ અધ્યયન હોસ્પિટલ ઉભી કરવાનો અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ઘરે જઈને સારવાર તથા ટેસ્ટની સુવિધા આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.દિકરીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે રસીઓ અપાશે. 70 વર્ષ ઉપરના સીનિયર સિટિઝનને મફત સારવાર આપવામાં આવે છે. આ સિવાય વીજબિલમાં પણ 43 ટકા બચત કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઇટબિલનો બોજો ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મેટ્રો, બીઆરટીએસ અને એસટીની કનેક્ટિવિટી ઝડપથી મળે તે રીતે આયોજન કરવામાં આવશે. આગામી ચૂંટણી પૂર્વે પીરાણા સાઇટ સંપૂર્ણપણે દૂર કરી દેવાશે. દરેક ઝોનમાં સ્પોર્ટ એક્ટિવિટીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત બાયોગેસ અ સીએનજીગેસ માટે કચરામાંથી ઉત્પાદન કરવામાં આવશે. સરકારી શાળાઓમાં અંગ્રેજી શાળાઓ બનાવવાનું આયોજન છે. તેની સાથે જગન્નાથ મંદિરને પણ વિકસાવવામાં આવશે.

આ ઉપરાંત પીએમ મોદીના સંસદમાં મહિલાઓને 33 ટકા અનામતના વિઝનને અનુસરવામાં આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ની બધી ભરતીઓમાં 30 ટકા મહિલા અનામત રાખવામાં આવશે. તેની સાથે 500 કિ.મી. વિસ્તારમાં વર્ષો જૂની લાઇનો બદલવાનું આયોજન છે. 28 મોડેલ ફાયર સ્ટેશન અને ફાયરના અદ્યતન સાધનો લાવવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...