Thursday, September 17, 2026

પીએમ મોદી, અમિત શાહ અને આનંદીબેન પટેલ 26મી એપ્રિલે મતદાન માટે ગુજરાત આવશે

spot_img
Share

અમદાવાદ : આગામી 26 મી એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટી અપડેટ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. દરેક ચૂંટણીમાં આ મહાનુભાવો મતદાન માટે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ વિસ્તારમાં મતદાન કરવા આવી શકે છે. તેમના મતદાનને ધ્યાનમાં રાખીને સુરક્ષા-વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. તે જ રીતે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરંગપુરા વિસ્તારમાં મતદાન કરશે. જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સી. આર. પાટીલ અને નિમુબેન બાંભણિયા પણ પોતાના મતક્ષેત્રોમાં હાજર રહી મતદાન કરશે અને લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવશે. બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન ટકાવારીને લઈને ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે, પરંતુ આવા સંજોગોમાં દેશના ટોચના નેતાઓ સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહી મતદાન કરે તે યુવા અને પ્રથમવાર મતદારો માટે પ્રેરણાદાયક બનશે. દિગ્ગજ નેતાઓની આ હાજરી સ્પષ્ટ સંદેશ આપે છે કે, લોકશાહીમાં એક-એક મત અમૂલ્ય છે.

દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...