Wednesday, July 22, 2026

મેમનગરના સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી વૃદ્ધની લાશ મામલે ખુલાસો, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી એક વ્યક્તિના મૃતદેહ મળવા બાબતે મહત્વનો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં આ મૃતદેહ 52 વર્ષીય કાનજીભાઈ નામના વ્યક્તિનો હોવાનું અને તેમની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે જ તેમનો હત્યારો અન્ય કોઈ નહીં પણ સોસાયટીમાં જ રહેતો એક સ્થાનિક હોવાનું અને હત્યા કરવા પાછળનું કારણ કોઈ ગંભીર બાબત ન હતી, પણ માત્ર જૂની અદાવત હોવાની હકીકત સામે આવી છે, ત્યારે હાલ તો પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મેમનગરમાં આવેલા સામ્રાજ્ય ફ્લેટના પાર્કિંગમાંથી આજે 22મી એપ્રિલને બુધવારે સવારના સમયે એક આધેડ વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. જેની માહિતી મળતા જ સ્થાનિક ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે મૃતદેહની સ્થિતિ જોતા પ્રાથમિક રીતે હત્યાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું અને આ દિશામાં પોલીસે તપાસ આગળ વધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે.

પોલીસની તપાસમાં આ મૃતદેહ સામ્રાજ્ય સોસાયટીમાં છેલ્લા 20 વર્ષથી કામ કરતા 52 વર્ષીય કાનજીભાઈનો હોવાનું સામે આવ્યું છે. જેને સોસાયટીમાં રહેતા ઋત્વિક નામના યુવકે બોથડ પદાર્થ માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સાથે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ હત્યા કરવા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે.

હત્યાના ગુના અને ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્ક્વોડ સૌથી મહત્વની ભૂમિકા ભજવી. પોલીસને મૃતદેહ મળવા અંગે સોસાયટી દ્વારા જાણ કરવામાં આવી, જે બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી. આ દરમિયાન ડોગ સ્ક્વોડના પણ ઘટના પર પહોંચી. જે ઠીક ઘટના સ્થળથી સીધી G બ્લોકમાં પહેલા માળે રહેતા આરોપીના ઘર સુધી ડોગ પહોંચી ગયું.

જે બાદ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. જેમાં સોસાયટીમાં રહેતો ઋત્વિક નામનો યુવક જ શંકાસ્પદ અવસ્થામાં અવરજવર કરતો જોવા મળ્યો. જેના આધારે પોલીસને પ્રબળ શંકા ગઈ કે આરોપી બીજું કોઈ નહીં પરંતુ 25 વર્ષીય ઋત્વિક જ છે. જેની પ્રાથમિક પૂછપરછ કરાઈ અને હકીકત સ્પષ્ટ થઈ.. જેના આધારે ઘાટલોડિયા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

આરોપી સોસાયટીમાં જ તેના પિતા માતા અને બહેન સાથે રહે છે. આરોપી પોતે બેચલર ઓફ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે. ઘાટલોડિયા પોલીસે આરોપીની ધરપકડ બાદ હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...