Monday, April 27, 2026

વસ્ત્રાપુરની ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ફૂડ હાઈજીનના ધજાગરા: ગ્રાહકની પ્લેટમાં જીવતી જીવાત પીરસાઈ

spot_img
Share

અમદાવાદ : લોકો સારી હોટલ અને રેસ્ટોરન્ટોમાં હરખથી ભોજન કરવા જતાં હોય છે. પરંતુ તેમની સામે એવા કિસ્સાઓ સામે આવે છે કે, તે જોયા બાદ સારામાં સારી હોટલ કે રેસ્ટોરન્ટમાં જવાનું છોડી દેવાનું મન થઈ જતું હોય છે. આવો એક કિસ્સો ફરી એક વખત અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદની 5 સ્ટાર હોટલ ITC નર્મદાના ફૂડમાંથી જીવતી જીવાત નીકળતા હોબાળો મચી ગયો હતો.

રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદામાં ભોજનની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટલમાં નાસ્તો કરવા ગયેલા એક ગ્રાહકે જ્યારે સેન્ડવીચ ઓર્ડર કરી, ત્યારે તેમાં જીવતી જીવાત ફરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ગ્રાહક ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક હોટલ મેનેજમેન્ટને આ બાબતે જાણ કરી વિરોધ નોંધાવ્યો હતો. હાઈ-પ્રોફાઈલ હોટલમાં આવી બેદરકારી સામે આવતા ગ્રાહકે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી હતી.

ગ્રાહકની ફરિયાદને આધારે AMCના ફૂડ વિભાગની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને હોટલ ITC નર્મદા ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગને ફૂડ સેફ્ટીના નિયમોમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી. આ બેદરકારી બદલ AMCએ હોટલના ફૂડ બિઝનેસ ઓપરેટરને જવાબદાર ઠેરવીને ₹15,000નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ હોટલને કડક સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં ભોજનની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

આ અગાઉ પણ ગત વર્ષે ITC નર્મદા હોટલના ફૂડમાં જીવડું નીકળ્યું હોવાની વાત સામે આવી હતી. આ બાબતે કોર્પોરેશનમાં ગ્રાહકે ફરિયાદ કરતા તેમની ટીમ હોટલમાં પહોચી હતી અને તપાસ કરતા આ સમગ્ર માહિતી સાચી ઠરી હતી.ફૂડમાંથી જીવાતના પૂરાવાઓ મળતા કોર્પોરેશનની ટીમ દ્વારા ફાઈવ સ્ટાર હોટલ ITC નર્મદા પર કાર્યવાહી કરી હતી. જેમાં તેમને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ પણ આ ITC નર્મદા હોટલમાં જ રોકાતા હોય છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી નામી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાંથી જીવાત કે અખાદ્ય ચીજો મળી આવવાના બનાવોમાં વધારો થયો છે. ITC નર્મદા જેવી લક્ઝરી હોટલમાં પણ જ્યારે આવી ઘટના બને છે, ત્યારે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થાય છે. AMC દ્વારા આ મામલે હોટલને નોટિસ આપીને હાઈજીન જાળવવા માટે તાકીદ કરવામાં આવી છે. શહેરીજનોમાં પણ આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો વધુ કડક પગલાંની માંગ કરી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...