Thursday, April 30, 2026

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં, અનેક તર્ક-વિતર્ક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 160 બેઠકો મેળવીને ભારતીય જનતા પાર્ટીએ ફરી સત્તા પ્રાપ્ત કરી છે. આ ભવ્ય વિજય બાદ હવે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એટલે કે મેયર કોણ બનશે તે અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં આગામી મેયરના નામ વિશે અટકળો વહેતી થઈ છે.

અમદાવાદમાં રોસ્ટર સિસ્ટમ મુજબ પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ OBC માટે અનામત રાખવામાં આવ્યું છે. આ અનામત પદ માટે કેટલાક પ્રમુખ નામો હાલ ચર્ચામાં છે. તેમાં થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટનો સમાવેશ થાય છે, જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની ખૂબ નજીકના માણસ તરીકે ભાજપમાં જાણીતા છે. ભાજપની 60 વર્ષની વયમર્યાદાનો તેમને લાભ મળ્યો છે આથી કહેવાય છે કે, તેમને એએમસીમાં મેયરનો હોદ્દો મળી શકે છે.

બોડકદેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈનું નામ પણ ચર્ચામાં છે, જેઓ પાછલી ટર્મમાં એએમટીએસ કમિટીના ચેરમેન રહ્યા હતા. પરંતુ આ વોર્ડમાંથી ગત ટર્મમાં દેંવાગ દાણી સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હતા આથી તેમના નામ અંગે ભાજપનુ મોવડી મંડળ વિચારણામાં લે તેવી શક્યતા બહું ઓછી છે. જો કે તેમને સારી કમિટીના ચેરમેન બનાવવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ ઉપરાંત, શાહીબાગ વોર્ડમાંથી જશુ ઠાકોર, જેઓ હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન અને સંગઠન મહામંત્રી પણ છે, તેમનું નામ પણ મેયર પદના દાવેદારોમાં ગણાઈ રહ્યું છે. બોડકદેવ વોર્ડમાંથી દેવાંગ દાણી, જેઓ પાછલી ટર્મના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા, અને પાલડી વોર્ડમાંથી જૈનિક વકીલ, જેઓ એએમસી રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે, તે નામો પણ ચર્ચાના કેન્દ્રમાં છે.

જો કે પક્ષના આંતરિક જૂથવાદને સંતુલિત રાખવાની જવાબદારી પણ હાઈકમાન્ડ સામે ઊભી છે. વિવિધ જૂથોને સંતોષ આપતા ઉમેદવારની પસંદગી કરવી સરળ નથી, જેના કારણે ચર્ચાઓ અને મથામણ વધુ તેજ બની છે. હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે પક્ષ નવા ચહેરાને તક આપશે કે પછી અનુભવી નેતાને ફરીથી જવાબદારી સોંપશે. આ નિર્ણય આગામી દિવસોમાં જાહેર થવાની શક્યતા છે, જે સ્થાનિક રાજકારણમાં નવી દિશા નક્કી કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...