Friday, May 1, 2026

રાણીપમાં પત્નીથી કંટાળી પતિએ આપઘાત કર્યો, પોલીસે ફરાર થયેલી ભગવતીની ધરપકડ કરી

spot_img
Share

અમદાવાદ : શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને એક પતિએ જીવન ટૂંકાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. મૃતકે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે પહેલા વીડિયો બનાવીને પત્નીના ત્રાસ અને આર્થિક છેતરપિંડી મામલે જણાવ્યું હતું. આ ઉપરાંત, મૃતકે બે પાનાની સુસાઇડ નોટ લખી હતી. સમગ્ર મામલે રાણીપ પોલીસે વીડિયો અને સુસાઇડ નોટના આધારે આરોપી પત્નીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ મુજબ, ગત 22 માર્ચ, 2026ના રોજ રાણીપ વિસ્તારમાં દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પત્ની ભગવતીના અનૈતિક સંબંધો અને માનસિક ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા દશરથે 6.51 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. જેમાં પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ વિશે જણાવે છે. પતિએ આપઘાત કરી લેતા પત્ની ફરાર થઈ ગઈ હતી. જો કે, પોલીસે તેને ઝડપી પાડી હતી.

મૃતક દશરથભાઈએ મોતને ભેટતા પહેલા એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે પોતાની પત્ની ભગવતીના ત્રાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવતી તેમને વારંવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી દબાવતી હતી. આ ઉપરાંત, વિડીયોમાં તેમણે ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા લોકોના નામ આપીને તેમને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.

મૃતકના ભાઈ દેવશીભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, દશરથભાઈએ અત્યાર સુધી જે કંઈ પણ કમાણી કરી હતી તે તમામ પત્ની ભગવતીએ પડાવી લીધી હતી. એટલું જ નહીં, ભગવતીના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાથી દશરથભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા.

પરિવારજનોની માંગ છે કે માત્ર ભગવતી જ નહીં, પરંતુ વિડીયોમાં જે અન્ય લોકોના નામ લેવામાં આવ્યા છે તેમની પણ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. હાલમાં રાણીપ પોલીસે ભગવતીની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ અને કેસની વધુ તપાસ તેજ કરી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...