Saturday, May 2, 2026

AMCએ નવો ચિલો ચાતર્યો, પકડેલા રખડતા પશુઓનાં છાણમાંથી બાયોગેસ અને વીજળીનું ઉત્પાદન

spot_img
Share

અમદાવાદ : શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ (CNCD) દ્વારા શહેરનાં રસ્તાઓ પર રખડતા પશુઓને પકડી આ પશુઓનાં ઉપદ્રવથી શહેરીજનોને મોટી રાહત તો આપી જ છે પણ સાથે સાથે આ પશુઓનાં છાણમાંથી વૈકલ્પિક ઉર્જાનો સ્ત્રોત ઉભો કરી પર્યાવરણ સંરક્ષણ અને ઘનકચરા નિકાલની વ્યવસ્થા મામલે એક નવો ચિલો ચાતર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી રખડતા પશુઓને પકડીને બાકરોલ અને દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર ખાતે રાખવામાં આવે છે. જેમાં બાકરોલ ખાતે આવેલું કરુણા મંદિર 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલુ છે અને અહીં 750 જેટલા પશુઓ રાખવામાં આવ્યા છે. આ પશુઓ થકી રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે. આ છાણમાંથી બાયોગેસ અને વીજળી ઉત્પન્ન કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા બાયોગેસની સાથે સાથે વીજળી પણ ઉત્પન્ન થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર બંધાનિધિ પાનીએ જણાવ્યું કે, મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2023માં રખડતા પશુઓનાં પ્રશ્નને હલ કરવા માટે ‘સ્ટ્રે કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ પોલિસી’ અમલમાં મૂકવામાં આવી. આ નીતિ અતંર્ગત શહેરનાં રસ્તાઓ પરથી રખડતા પશુઓને દૂર કરવામાં આવ્યા અને તેમને બાકરોલ અને દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિર ખાતે ખસેડવામાં આવ્યા. અહીંયા આ પશુઓની ખાસન દેખભાળ,તબીબી રાખવામાં આવે છે. બાકરોલમાં આવેલા કરુણા મંદિર ખાતે એક ટનની ક્ષમતાનાં બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. અહીં રોજ 2800 કિલો છાણ એકઠું થાય છે . જેનાં નિકાલ માટે મહિને રૂ 3.50 લાખની બચત સાથે સાથે બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 1000 કિલો છાણની જરૂર પડે છે અને રોજ અંદાજે 46 કિલો બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસની સાથે સાથે 35 યુનિટ રોજ વીજળીનું ઉત્પાદન થાય છે,

ગૌશાળામાં રિડ્યુ, રિયુઝ, રિસાયકલનાં વિચાર સાથે છાણનો ઉપયોગ કરી કરી શહેરનું પ્રથમનું ઝિરો વેસ્ટ કેમ્પસ બન્યું છે. અહીંયા તમામ બયોડિગ્રેડેબલ તમામ કચરાનું સો ટકા પ્રોસેસિંગ થાય છે.

અમદાવાદ મહાનગરપાલિકાનાં કેટલ ન્યસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટનાં વડા નરેશ રાજપુતે જણાવ્યું કે, “અહીં (બાકરોલ) ઉત્પન્ન થતા બાયોગેસનો ઉપયોગ અહીંનાં રસોડામાં રસોઇ બનાવવામાં થાય છે. આ કેમ્પસમાં 32 જેટલા કામદરો રહે છે. આ પરિવારોની રસોઇ પણ આ બાયોગેસ પર જ બને છે, છાણમાંથી ઉત્પન્ન થતા બાયોગેસને કારણે પહેલા મહિને સરેરાશ 27 એલપીજી સિલિન્ડરની જરૂર પડતી હતી. તે સાવ બંધ થઇ ગઇ અને મહિને 10,350 રૂપિયાની વીજ બચત થાય છે,’’.

બાકરોલ કરુણા મંદિર ખાતે રોજ 1000 થી વધારે રોટલી ગાયો તથા કૂતરાઓ માટે બનાવવામાં આવે છે અને એ તમામ રસોઇ બાયોગસ પર જ બને છે. અહીં આવતા દાતાઓ રોટલી સાથે ગોળ ભેળવી ગાયોને આપે છે અને આ પુણ્યકાર્યમાં દાન પણ આપે છે. તથા ગૌસેવા માટે દાન આપે છે.

બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો મહાનગરપાલિકા દ્વારા ખાતરનો પ્લાન્ટેશનમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલુ જ નહીં, અહીં છાંણમાંથી વિવિધ પ્રકારની સ્ટીક બનાવી મંદિરોને વૈદિક હોળી ઉજવવા, હોમ હવન, રામરોટી માટે મફતમાં વહેંચવામાં આવે છે. જેનાથી 13 કામદારોને રોજગારી મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...