Friday, June 5, 2026

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર મારનાર મહિલા PSI સસ્પેન્ડ, FIR પણ નોંધાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી ગોપાલભાઈ દરજીને ઢોર માર મારનારા મહિલા PSI સોનલ રાઠોડને અંતે ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ દરજીએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં મહિલા PSI સોનલ રાઠોડ વિરુદ્ધ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો કે, ગુજરાત યુનિવર્સિટી પોલીસે કેમ મહિલા પીએસઆઈને માર મારતા સમયે ના રોક્યા તે સવાલ સૌ કોઈ પુછી રહ્યાં છે.

રિપોર્ટ મુજબ, અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી બંને આંખે દેખી શકતા નથી. જેથી તેઓ કેબીન પર પેકેટ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈનું માનીએ તો, તેમની કેબીન પર ગુલબાઈ ટેકરા વિસ્તારમાં કેટલાક છોકરાઓ પેકેટ તોડી જતા હોય છે. સોમવારે બપોરના સમયે પણ પેકેટનો અવાજ આવતા તેમને હાથ લાંબો કરતા એક બાળકનો હાથ પકડી લીધો હતો. જેના કારણે બાળકને ઈજા પહોંચી હતી.આ મામલે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરવામાં આવી હતી.આ ફરિયાદના આધારે ગોપાલભાઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.

દરમિયાન જે છોકરાને હાથ લાગ્યો હતો તે ચાંગોદર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા PSI સોનલ રાઠોડનો પુત્ર હોવાનું સામે આવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનો આરોપ છે કે મહિલા PSI સોનલ રાઠોડે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ સાથે ઉગ્ર વર્તન કર્યું હતું અને તેમને માર માર્યો હતો. વૃદ્ધને આંખ પર લાફો મારવામાં આવતા તેમની આંખ લાલ થઈ ગઈ હતી. ઘટનામાં ઇજા પહોંચતા ગોપાલભાઈને હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હોવાનું જણાવવામાં આવ્યું છે.

જો કે, આ સમગ્ર ઘટના માધ્યમોમાં ચમકતા અને સોશિયલ મીડિયામાં વ્યાપકપણે વાયરલ થતા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ, પ્રજ્ઞાચક્ષુ ગોપાલ દરજીના ઘરે જઈને સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, મીડિયાના કેમેરા જોઈ જતા સોનલ રાઠોડ ત્યાંથી આરોપી ભાગે તેમ ભાગી હતી.જો કે, ગોપાલ દરજીને માર માર્યો તે સમય દરમિયાન ગુજરાત પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફે, મહિલા પીએસઆઈને કહ્યું નહોતું કે આ તમારા તાબાનું પોલીસ સ્ટેશન નથી. કે કોઈ હસ્તક્ષેપ પણ કર્યો નહોતો એવા આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘટનાથી આક્રોશિત ગોપાલભાઈએ મહિલા PSI સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક તપાસના આધારે ગ્રામ્ય એસપી દ્વારા મહિલા PSI સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધ સાથે પોલીસ અધિકારી દ્વારા થયેલા કથિત દુર્વ્યવહારના આ બનાવે પોલીસની કાર્યપદ્ધતિ સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીની પોલીસ શું કરી રહી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...