અમદાવાદ : આજના મોબાઈલ અને વોટ્સઅપના ડિજિટલ યુગમાં એક અમદાવાદીએ અનોખો વારસો સાચવ્યો છે. વલ્ડૅ પોસ્ટ ડે પર જોઈએ આ અનોખા અમદાવાદીની કહાની બતાવી રહ્યા છીએ. અમદાવાદના નવા વાડજની વિવિધ ભારતી સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની પાસે 35 વર્ષ જૂની ટિકિટો તથા ટપાલોનો અનોખો સંગ્રહ છે. તેઓ પાસે રૂ. 4,000 ની ભારતીય પોસ્ટની ટિકિટો છે. આ સિવાય કેનેડા, જાપાન, અમેરિકા, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની, વગેરે દેશોની ટિકિટો પણ છે. આ ટિકિટોમાં ઇન્દિરા ગાંધી, જવાલાલ નેહરુ, ગાંધીજી, ભારતીય પોશાક, અશોક સ્તંભ, કુટુંબ નિયોજન, પાણીયારી, બતક વગેરેની ટિકિટો છે. તેમજ 500 ઉપરાંતની ટપાલો આંતરદેશીય પત્રો, યુપીસી પોસ્ટના સર્ટીફીકેટો, જેમાં પોસ્ટના સિક્કા છે તેનો પણ સંગ્રહ કરેલો છે.
એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોનીને ત્યાં આવતા મેગેઝીનનો, સાપ્તાહિકો, કવરો વગેરે ઉપર ટિકિટ લગાવવામાં આવતી હોય છે અને આ ટિકિટોને પોસ્ટ દ્વારા સિક્કો મારી કેન્સલ કરવામાં આવતી નથી, આ પ્રકારે કેન્સલ કર્યા વગરની ટિકિટો તેઓએ કાઢી લીધેલી અને તે પ્રમાણેની ટિકિટનું કલેક્શન ધરાવે છે. તેમજ પ્રકાશચંદ્ર કે. સોની પાસે જવાબી પોસ્ટકાર્ડ પણ છે. વર્તમાન સમયમાં ઘણા મિસ કોલ કરે છે તો પહેલાંના જમાનામાં પત્ર ટપાલની સાથે જવાબી પોસ્ટકાર્ડ મોકલતા હતા. જેમાં સામાન્ય વ્યક્તિ સમાચાર ટપાલ લખીને આપણે ત્યાં મોકલતા હતા. પહેલાના વખતમાં ટપાલી પોસ્ટમેનની રાહ જોઈને લોકો બેસતા અને ટપાલ આવે તેને ધ્યાનથી વાંચતા હતા. શુભ સમાચાર લાલ પેનથી અને અશુભ સમાચાર અશુભ સમાચાર કાળા પેનથી લખીને મોકલતા હતા.
દિવાળી વખતે નૂતન વર્ષાભિનંદન પણ ટપાલમાં લખીને મોકલતા હતા.પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલાઓ થતા હતા અને ગામે ગામમાં ટપાલ વહેંચવામાં આવતી હતી. હાલમાં મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે ટેકનોલોજી આગળ હોય ટપાલો ભુલાઈ ગયેલ છે તેમ છતાં પણ હાલમાં એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ટપાલો ખરીદે છે અને તેમાં સમાચાર લખી ટપાલો પોસ્ટથી મોકલે છે આમ ટપાલ ટિકિટનું સંગ્રહ કરવાનો અનોખો શોખ એડવોકેટ પ્રકાશચંદ્ર કે. સોની ધરાવે છે.
દરેક વ્યક્તિ જીવનમાં અલગ અલગ પ્રકારનો શોખ ધરાવે છે એમાં ટિકિટનો સંગ્રહ કરવાનો શોખ ધરાવનાર લોકો પણ અમદાવાદમાં છે. તે હંમેશા ટપાલો વચ્ચે ઘેરાયેલાં હોય છે અને ટિકિટોને ગોઠવતાં રહે છે. આ છે વલ્ડૅ પોસ્ટ ડેનાં દિવસને દુનિયાભરમાં મનાવાય છે ત્યારે અમદાવાદના પ્રકાશચંદ્ર કે. સોની આજે પત્ર લખીને આજના દિવસને મનાવી રહ્યા છે.