અમદાવાદ : જેવી ચૂંટણીની જાહેરાત થાય છે તેજ દિવસે આચારસંહિતાનો અમલ શરૂ થઇ જાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયાના 6 દિવસ ચુક્યા છે. ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી ત્યારે અમદાવાદમાં જાહેર સ્થળ પરથી રાજકીય પક્ષોના બેનર ઉતારી લેવામાં આવ્યા છે છતાં અમદાવાદમાં હજુ અનેક જાહેર સ્થળ પર રાજકીય પક્ષોના બેનર લાગેલા છે. જેમાં કેટલાક બેનરમાં ચૂંટણી ઢંઢેરા પણ રાખવામાં આવ્યા છે.
અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જાહેર સ્થળોએ તથા જાહેરાતના બોર્ડ પર ભાજપ-કોંગ્રેસના બેનર લગાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણી જાહેર થઈ છતાં હજુ અનેક જગ્યાએ બેનર લાગેલા જ છે. રાજકીય પક્ષના બેનરમાં અલગ અલગ જાહેરાત પણ લખવામાં આવી છે. એરપોર્ટ સર્કલ, ઇન્કમટેક્ષ, શિવરંજની બ્રિજ, હેલ્મેટ સર્કલ સહિત અનેક જગ્યાએ રાજકીય પક્ષના બેનર લગાવવામાં આવેલા છે. જોકે, ચૂંટણી જાહેર થઈ છતાં બેનર નીકળવામાં ના આવતા આચારસંહિતાનો ભંગ થયો છે.