22.2 C
Gujarat
Friday, February 14, 2025

ભાજપની પ્રથમ યાદી જાહેર : નારણપુરામાં જીતેન્દ્ર પટેલ (ભગત), સાબરમતીમાં ડો. હર્ષદ પટેલના નામ જાહેર

Share

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત કરવામાં આવી ગઈ છે. જેને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ યાદી પહેલા વડાપ્રધાન મોદી અને શાહની હાજરીમાં CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલની બેઠક થઈ હતી. આ બાદ, ભાજપ તરફથી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં ભાજપે 182માંથી 160 ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે.

અમદાવાદમાં ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નિકોલ બેઠક પરથી જગદિશ પંચાલ સિવાય શહેરની તમામ બેઠકો પર નો રિપિટની થિયરી અપનાવવામાં આવી છે.

આ ઉમેદવારોને મળી ટીકીટ
41 અમદાવાદ ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
42 અમદાવાદ વેજલપુર અમિત ઠાકર
43 અમદાવાદ વટવા બાકી
44 અમદાવાદ એલિસબ્રિજ અમિત શાહ
45 અમદાવાદ નારણપુરા જીતેન્દ્ર પટેલ
46 અમદાવાદ નિકોલ જગદીશ પંચાલ
47 અમદાવાદ નરોડા ડો.પાયલ કુકરાણી
48 અમદાવાદ ઠક્કરબાપાનગર કંચનબેન રાદડિયા
49 અમદાવાદ બાપુનગર દિનેશ કુશવાહ
50 અમદાવાદ અમરાઈવાડી ડો. હસમુખ પટેલ
51 અમદાવાદ દરિયાપુર કૌશિક જૈન
52 અમદાવાદ જમાલપુર-ખાડિયા ભૂષણ ભટ્ટ
53 અમદાવાદ મણિનગર અમૂલ ભટ્ટ
54 અમદાવાદ દાણીલીમડા (SC) નરેશ વ્યાસ
55 અમદાવાદ સાબરમતી ડો. હર્ષદ પટેલ
56 અમદાવાદ અસારવા(SC) દર્શના વાઘેલા

ભાજપે અમદાવાદથી કોની ટિકિટ કાપી

ભાજપે અમદાવાદની જાહેર કરી સીટોમાંથી
રાકેશ શાહ એલિસબ્રિજ,
બલરામ થવાની નરોડા,
પ્રદીપ પરમાર અસારવા,
કિશોર ચૌહાણ વેજલપુર,
સુરેશ પટેલ મણિનગર,
વલ્લભ કાકડિયા ઠક્કરબાપા નગર,
જગદીશ પટેલ અમરાઇવાડી,
અરવિંદ પટેલ સાબરમતી વિસ્તારની કાપી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles