અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના ચરણોમાં એક ભાવિક ભક્તે 454 ગ્રામ સોનાના બિસ્કીટની ભેટ સોનાના બિસ્કીટનું દાન કર્યું છે. મુંબઈના માઇ ભકતે માતાજીના ચરણોમાં 454 ગ્રામ સોનાના બિસ્કીટની ભેટ આપી છે અને નાના મોટા બિસ્કીટ સાથે 454 ગ્રામ જેટલા સોનાનું દાન મંદિરને મળ્યું હતું.
મંદિર ઇન્સ્પેક્ટર દ્વારા ભેટનો સ્વીકાર કરવામાં આવ્યો હતો દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી દાન કર્યું હતું. અંબાજી ખાતે વારંવાર ભાવિક ભક્તજનો દ્વારા માતાજીના ચરણોમાં દાન અર્પણ કરવામાં આવતું હોય છે.
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ભક્તો મોટી સંખ્યામાં આવે છે,ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દાન ભેટ આપતા હોય છે અને અંબાજી મંદિર ખાતે પણ ભક્તો દાનની સરવાણી કરી રહ્યા છે.