અમદાવાદ : ભાજપે સંકલ્પ જાહેર કરતા જ કોંગ્રેસ એક્શનમોડમાં આવી ગઈ હોય તેમ કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ ભાજપને રેવડીની સરકાર જાહેર કરી છે. આલોક શર્માએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, કોંગ્રેસે ભાજપના સંકલ્પ પત્ર ક્યારનું વાંચી લીધુ, ભાજપનું સંકલ્પ પત્ર નહીં પણ ધોખા પત્ર છે. કોંગ્રેસને લાગતુ હતું કે માફી પત્ર આવશે પણ ધોખા પત્ર આવ્યું છે. ભાજપનું કહેવું છે રેવડી કલ્ચર ન હોવું જોઇએ પરંતુ 2 ગેસ સિલિન્ડર મફત આપવાની વાત કરી એ રેવડી નથી?
આલોક શર્માએ કહ્યું કે ભાજપના સમગ્ર મેનીફેસ્ટોમાં મોંઘવારીનો શબ્દ નથી. સંકલ્પ પત્ર લગભગ કોંગ્રેસની કોપી કરી લખવામાં આવ્યું છે. જેમ કે કોંગ્રેસે 10 લાખની મેડિકલ સેવા કહ્યું તો ભાજપે પણ 5 ના બદલે 10 લાખ સંકલ્પ પત્રમાં લખ્યું છે. વધુમાં આલોક શર્માએ જણાવ્યું હતું કે, કોરોનું ડ્રગ્સ કોના ઇશારે એક પોર્ટ પરથી જ પકડાઈ રહ્યું છે. કેમ તેની તપાસ કરવામાં આવતી નથી. કાયદો ત્યાં કેમ કામ નથી કરતો અને આમ નાગરિક માટે કાયદો તરક કામ કરે છે.