અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ગુજરાતમાં ભાજપની નવી સરકારની રચના થઈ છે. 15 મી વિધાનસભામાં સુકાની તો ભુપેન્દ્ર પટેલ રહેશે, ત્યારે આ વચ્ચે મહત્વના અહેવાલ સામે આવ્યા છે, જેમાં ભાજપે વિધાનસભાના સ્પીકર તરીકે શંકર ચૌધરીનું નામ પર મહોર મારી છે તો બીજી તરફ 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડનું નામ ફાયનલ કરવામાં આવ્યું છે.શંકરસિંહ ચૌધરી છે તે થરાદ વિધાન સભા બેઠક પરથી ચૂંટાયા છે અને જેઠાભાઈ ભરવાડ છે તે પંચમહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે.
શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા હતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરાયેલા જેઠા ભરવાડ પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે પહેલેથી જ શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતું, આખરે આ નામ પર પૂર્ણવિરામ મૂકાયું છે. જોકે, વિધાનસભા અધ્યક્ષ તરીકે રમણ વોરા અને ગણપત વસાવાના નામ પણ ચર્ચામાં હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે માત્ર જેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. આખરે તેમના નામ પર મહોર લાગી છે.