અમદાવાદ : અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા હતા, ટ્રાફિક નિયમોના ભંગ કરનારાને રોજના અંદાજે 5 હજાર ઈ મેમો મોકલતા હતા. જો કે હવે મ્યુનિ. નવા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે શહેરમાં કુલ 4497 કેમેરા થશે. જેથી હવે ઈમેમોની સંખ્યા પણ બે ગણી થઇ જશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ જો કે હવે મ્યુનિ શહેરમાં બીજા 2146 હાઈ રિઝોલ્યુશન કેમેરા લગાવશે, જેના કારણે અમદાવાદ શહેરમાં કુલ સીસીટીવી કેમેરા 4497 થઈ જશે, જેથી પહેલા કરતા સીસીટીવી કેમેરા બે ઘણા વધી જશે, જેથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઈમેમો મોકલી શકાય. અત્યારે રોજના અંદાજે 5000 લોકોને ઈમેમો મોકલવામાં આવે છે પણ નવા કેમેરા પછી રોજ સરેરાશ 10 હજારને ઈ-મેમો મોકલી શકાશે.
શહેરમાં અત્યાર સુધી 212 જંક્શન પર 2351 સીસીટીવી કેમેરા હતા, જેમાંથી 34 બંધ છે. જ્યારે 196 કેમેરાનું મેઈન્ટેનન્સ ચાલે છે. આ 2351 સીસીટીવી કેમેરામાંથી સ્માર્ટ સિટી જંક્શનના 2097 કેમેરા છે, જે 130 જંક્શન પર લગાવવામાં આવ્યા છે, જ્યારે 254 કેમેરા એલએન્ડટીના છે, જે 82 જંક્શન પર લગાવાયા છે.
ટ્રાફિક ડીસીપી સફીન હસને કહ્યું, જે જગ્યાએ હાલ સીસીટીવી નથી ત્યાં હાઈરિઝોલ્યુશન કેમેરા મૂકવામાં આવશે. આને કારણે ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા પર નજર રાખી શકશે અને ક્યાંય પણ કાયદાનો ભંગ થતો હશે તો કાર્યવાહી થશે. ટ્રાફિક પોલીસ દર મહિને ઈ-મેમોથી સરેરાશ 7.5 કરોડનો દંડ વસૂલ કરે છે.