અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 યોજવાની AMC તંત્ર દ્વારા જાહેરાત કર વામાં આવી છે. આ ઉપરાંત જાન્યુઆરીના પહેલાં અઠવાડિયામાં રિવરફ્રન્ટ ખાતે ફલાવર શો પણ યોજાશે. કાંકરિયા કાર્નિવલમાં 25 લાખથી વધુ લોકો ભાગ લેશે. કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે અને ભીડ ભેગી થાય છે. ભીડના કારણે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા હોય છે.ત્યારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોરોનાને ધ્યાનમાં રાખી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે.
અમદાવાદમાં બે વર્ષ બાદ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2022 ઊજવવામાં આવશે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે કાર્નિવલ યોજાવા જઈ રહ્યો છે.આ વર્ષે AMCએ પહેલા કાંકરિયા કાર્નિવલ અને ત્યારબાદ ફ્લાવર-શો યોજવાની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોરોનાને ધ્યાનમાં રાખી કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી મેયરને પત્ર લખી માંગ કરી છે. અમદાવાદનો સૌથી મોટો ઉત્સવ એવા કાંકરિયા કાર્નિવલ-2022નું આ વર્ષે AMC દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.