અમદાવાદ : આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે, સાંજે 6.30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કાંકરિયા કાર્નિવલ ખુલ્લો મુકાશે. કાર્નિવલ આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે.જેને લઈને અમદાવાદ પોલીસે તૈયારી કરી છે. કાંકરિયાની અંદર તો પોલીસનો બંદોબસ્ત રહેશે. પરંતુ સાથે જ કાંકરિયાની બહાર તથા આસપાસના રસ્તા ઉપર પોલીસ દ્વારા ‘નો પાર્કિંગ ઝોન’, ‘નો સ્ટોપ’ અને ‘નો યુટર્ન’ જાહેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાંકરિયા તળાવની બહારના રસ્તે ટુ વહીલર સિવાયના કોઈ પણ વાહન સ્ટોપ થઈ શકશે નહીં. સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ લેનમાં હોવા છતાં યુ ટર્ન લઈ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને નો યુ ટર્ન જાહેર કરવામાં આવ્યો છે. 25થી 31 ડિસેમ્બર સુધી આ માર્ગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત કેટલાક માર્ગ પર સવારે 7 વાગ્યાથી રાતના 1 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે.
દાણીલીમડા ચાર રસ્તા થઈ શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો રોડ
ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ
મણીનગર રેલ્વે સ્ટેશનથી મણીનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ
કાગડાપીઠથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ
રાયપુર દરવાજાથી બિગબઝરથી પારસી અગિયારી ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ
ગુરુજી બ્રિજથી આવકારહોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ