Saturday, October 3, 2026

નારણપુરાની આ હોસ્પિટલમાં લાગેલી આગમાં બેના મોત, ફાયર કાફલો ઘટનાસ્થળે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જય મંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલા મોદી આઈ કેરની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગ્યાના બનાવના સમાચાર આવી રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી આઈકેર હોસ્પિટલમાં પહેલા માળે આગ લાગી હતી. આ આગ લગભગ મોડી રાત્રે 3 વાગ્યે લાગી હોવાનું જણાવાઈ રહ્યુ છે. ઘટનાને પગલે બે એમ્બ્યુલન્સ, ચારથી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. હોસ્પિટલમાં બેના મોત થયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરા વિસ્તારમાં જયમંગલ BRTS બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. જોકે, આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને સવારે 9:30 વાગ્યાની આસપાસ થઈ હતી. જેથી ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.મોદી આઈ કેર હોસ્પિટલમાં લાગેલી આગમાં ગૂંગળામણના કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખનારા પતિ-પત્નીના મોત થયા છે. મૂળ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધરીયાવાદ ગામના રહેવાસી નરેશભાઈ પારઘી ( ઉ.વ 25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું ગૂંગળામણથી મોત થયું છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં, પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા. પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...