ગાંધીનગર : રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે બીજીવાર સત્તા સંભાળ્યા બાદ ધડાધડ નવા નવા નિર્ણયો લઈ રહ્યા છે. તેઓએ ફરી એકવાર ગુજરાતના નાગરિકો માટે હિતકારી નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે કે, દરેક નાગરિક મુખ્યમંત્રી કાર્યાલય સાથે સોશિયલ મીડિયા મારફતે જોડી શકે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી કાર્યાલયને સોશિયલ મીડિયા સાથે જોડવા વોટ્સએપ નંબર 7030930344 જાહેર કરાયો છે. કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ વોટ્સએપ નંબર પર અરજી અને ફરિયાદ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજીવાર સત્તા સંભાળ્યા બાદ ગ્રાઉન્ડ લેવલે સમસ્યા જાણવા ખુદ મેદાને ઉતર્યા હોય તેવું સામે આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સમસ્યાઓને સમજવાનો અને સિસ્ટમને વધુ સરળ બનાવવાનો જણાવવામાં આવી રહ્યો છે અને હવે નાગરિકો સાથે સીધો જ સંપર્ક સાધવા માટે તેમના કાર્યાલયનો વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.