અમદાવાદ : ધોરણ 10 અને 12ની બોર્ડની exam આગામી માર્ચ મહિનાથી યોજાવાની છે. જેથી હવે વિદ્યાર્થીઓ પાસે તૈયારીઓ માટે ખુબ જ ઓછો સમય રહ્યો છે. છતાં ગુજરાત બોર્ડની examમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં 90 ટકાથી વધારે માર્કસ લાવવા માંગે છે તેવા વિદ્યાર્થીઓ માટે આ માહિતી ખુબજ મહત્વની સાબિત થશે.
વિદ્યાર્થીના કારકિર્દીના ઘડતર માટે ધોરણ 10એ પ્રથમ પગથિયું છે. ધોરણ 10ના પરિણામો બાદ જ વિદ્યાર્થીઓ કઈ દિશામાં પોતાનુ કેરિયર બનાવવું છે તે નક્કી કરતો હોય છે. તેને સાયન્સ સ્ટ્રીમ લઈને મેડિકલ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જવું છે કે, કોમર્સ લઈને બિઝનેસ ફિલ્ડમાં જવું છે કે પછી આર્ટ્સ વિષય પસંદ કરીને પોતાની કારકિર્દી બનાવવી છે તે નક્કી કરતો હોય છે. જે વિદ્યાર્થીઓને ધોરણ 10માં 90 ટકા માર્કસ મેળવવા માટે મહેનત કરી રહ્યાં છે તેઓ માટે education expertની આ સાત ટીપ્સ ખુબ જ ઉપયોગી સાબિત થશે.
01: કોઈ પણ વિષયની તૈયારી કરવા માટે અભ્યાસક્રમને સમજવો ખુબ જરુરી છે. વિષયના દરેક ટોપીકને તેના ગુણભાર સાથે તપાસો તે પ્રમાણે તેના વાંચનની તૈયારી કરો. જે તૈયારીમાં ખુબ ઉપયોગી બનશે.
02: જે વિદ્યાર્થીઓ ગણિતમાં વધુ મહેનત કરવા માંગે છે તેઓ માટે સુત્રો સૌથી મહત્વનું પરિબળ છે. વિદ્યાર્થીઓ એક કાચી નોંધમાં તમામ સુત્રોની નોંધ કરવી જોઈએ અને તે સુત્રો દરરોજ શીખવા જોઈએ.
03: કોઈપણ વિષયમાં જવાબની ગોખણપટ્ટીથી દૂર રહેવું. સવાલના જવાબ ગોખવાની જગ્યાએ તેને સમજીને તેને યાદ રાખવાનો કોન્સેપ્ટ અપનાવો.
04: વાંચનની તૈયારી માટે એક ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને દરરોજ ફોલો કરો.
05: ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પાછલા વર્ષોની પરીક્ષાના પ્રશ્નપત્રોને સોલ્વ કરો તેની પેપર સ્ટાઈલને સમજો જે તમને આવનારી examની પધ્ધતિ સમજવામાં ખુબ મદદરુપ થશે.
06 : લખવાની પ્રેક્ટીસ, બને ત્યાં સુધી કોઈપણ સવાલના જવાબ લખવાની પ્રેક્ટીસ કરવી જોઈએ જેથી કરીને exam દરમિયાન ત્રણ કલાકનો આપવામાં આવતો સમય પ્રશ્નપત્ર લખતા સમયે ખુટે નહિ.
07 : તમારુ સ્વાસ્થ્ય, પરિક્ષાનો સમય નજીક આવી રહ્યોં છે પરંતુ તે exam આપવા માટે તમારુ સ્વાસ્થ્ય પણ એટલુ જ જરુરી છે. examના ખરા સમયે જ જો તમે બિમાર થઈ ગયા તો.. તો તમે કરેલી બધી જ મહેનત પર પાણી ફરી જશે. જેથી મહેનતની સાથે પુરતી ઉંઘ લો. સ્વાસ્થ્ય વર્ધક ખોરાક આરોગો. બીનજરુરી ફાસ્ટ ફુડ ખાવાનું ટાળવું જોઈએ.