Wednesday, April 8, 2026

અમદાવાદની આ હાઉસીંગ સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટની મંજૂરી, ચાર ફ્લેટમાલિકોનો વાંધો ફગાવ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અનેક વર્ષો જૂની હાઉસિંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટના કામ પાટે ચડી રહ્યા છે અને તેમાં કેટલીક જગ્યાએ વિવાદ પણ થાય છે. શહેરના વેજલપુર વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ અંગે ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના ચુકાદાને માન્ય રાખીને રિડેવલપમેન્ટને મંજૂરી આપી છે. આ હાઉસિંગ સોસાયટીના 75 ટકાથી વધારે ફ્લેટમાલિકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી આપી હોવાનું જણાવી બાકીના ચાર ફ્લેટમાલિકોનો વાંધો ફગાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ વેજલપુરના સ્વામી વિવેકાનંદનગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બાંધકામ જર્જરિત હોવાને કારણે કુલ 78 ફ્લેટમાંથી 74 ફ્લેટધારકોએ રિડેવલપમેન્ટ માટે સહમતી આપી છે. જ્યારે બાકીના ચાર ફ્લેટધારકો તેની વિરુદ્ધ હતા. ટકાવારીની રીતે જોતા 93 ટકા ફ્લેટધારકોની સહમતી હોવાના કારણે સિંગલ જજની બેન્ચે 21 જૂન 2022ના રોજ રિડેવલપમેન્ટનો રસ્તો ખોલી આપ્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત ઓનરિપ ફ્લેટ્સ એક્ટની શરતોનું પાલન થાય છે. આ રિડેવલપમેન્ટ સામે બાકીના ફ્લેટધારકોએ ઉઠાવેલો વાંધો ફગાવી દેવાયો હતો.

2019માં સોસાયટીના સભ્યોએ રિડેવલપમેન્ટ માટે નિર્ણય લીધો અને તેમણે એક્સેલ લાઈફ સ્પેસ LLP સાથે આ માટે એગ્રીમેન્ટ કર્યા હતા. પરંતુ ચાર ફ્લેટધારકોએ વાંધો લીધો હોવાથી આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો. તે સમયે કાયદો સુધારવામાં આવ્યો હતો અને હાઉસિંગ સોસાયટીના રિડેવલપમેન્ટ માટે 75 ટકા સભ્યોની મંજૂરી પૂરતી ગણવામાં આવી હતી. હાઈકોર્ટે AMCને આ રિડેવલપમેન્ટની અરજી પર વિચારણા કરવા કહ્યું. કોર્પોરેશને આ જૂની ઇમારત તોડીને તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બાંધવામાં આવે તો આ પ્રકારના ડેવલપમેન્ટને મંજૂરી આપી શકાય.

હાઈકોર્ટે આ વિવાદમાં મોટા ભાગના ફ્લેટધારકોના મત સાથે સહમતી દર્શાવી હતી. સોસાયટીના રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવનારા ચાર ફ્લેટધારકોનો વાંધો ફગાવી તેઓને ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...