Monday, October 12, 2026

અમદાવાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ‘પઠાણ’ ફિલ્મ રીલીઝ થશે, વિરોધ કરનાર સામે થશે કાર્યવાહી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આજે બુધવારે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઇને ઉભા થયેલા વિવાદના પગલે શહેર પોલીસ દરેક મલ્ટિપ્લેક્સ, થિયેટર, મોલ બહાર બંદોબસ્ત ગોઠવશે. તેમજ ફિલ્મ રિલીઝ મામલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવી પોલીસની તૈયારી છે. આ ઉપરાંત ફિલ્મનો વિરોધ કરનાર સામે પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ દરેક થિયેટરમાં એક પીએસઆઈ રેન્કના અધિકારી અને ત્રણ હેડ કોન્સ્ટેબલ સાથે કોન્સ્ટેબલ રેન્કના પોલીસકર્મીઓ તૈનાત રહેશે. સેન્સેટીવ વિસ્તારમાં આવેલા થિયેટરોમાં વધુ સુરક્ષા પ્રદાન કરવામાં આવશે.જ્યારે પોલીસે અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરાવા શહેર પોલીસની જનતાને અપીલ કરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર કોમી વયમનસ્ય ફેલાવનારા શખ્સો પર વૉચ રાખવામાં આવશે.

ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત થયું હતું. સરકારે સુરક્ષાની ખાતરી આપતા થિયેટરોમાં ઓનલાઇન-ઓફલાઇન બુકિંગની શરૂઆત કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...