મહેમદાવાદ : મહેમદાવાદ સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા અંતિમ 2 વર્ષમાં 350 જેટલી જરૂરિયાતમંદ દીકરીઓને દત્તક લેવામાં આવી હતી, પરંતુ મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે.ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, આસપાસના વિસ્તારના કોઈ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા દીકરીઓ દત્તક લેવાનું નક્કી કરાયું છે.
એક રિપોર્ટ મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેદ્ર પુરોહિતના જણાવ્યા અનુસાર મંદિરના 9માં પાટોત્સવ નિમિત્તે વધુ 501 દીકરીઓને દત્તક લેવામાં આવશે.આ તમામ દીકરીઓને સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે. 5 વર્ષની દીકરીથી લઈને 25 વર્ષ સુધીનો તમામ ખર્ચ સિદ્ધિ વિનાયક ટ્રસ્ટ ઉપાડશે. કોઈ વધુ જરૂરિયાતમંદ દીકરી હોય અને તેને વિદેશમાં ભણવા માટે જરૂરિયાત હશે તો પણ સંસ્થા દ્વારા તમામ પ્રકારની જરૂરિયાત પૂરી કરવામાં આવશે.
9માં પાટોત્સવ નિમિત્તે દત્તક લેવામાં આવનારી 501 દિકરીઓમાંથી કેટલીક દિકરીઓને મંદિરમાં બોલાવીને પૂજન કરી ધાબળા વિતરણ પણ કરાયું છે. ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયું છે, કે મંદિરમાં કોઈ પણ મોટો પ્રસંગ હશે તો તમામ દત્તક દીકરીઓને પોતાના માતા-પિતા સહિત આમંત્રણ આપવામાં આવશે.દર મહિને મંદિર ખાતે યોજાતી મહાઆરતીમાં પણ દત્તક લીધેલી દીકરીઓને આમંત્રિત કરાય છે. તેની સાથે ગણેશ ચતુર્થી નિમિત્તે મંદિરમાં ભક્તોને વ્યસન મુક્તિ અંગેના શપથ પણ લેવડાવામાં આવે છે.