ગાંધીનગર : તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જોકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે. જોકે, બોર્ડની પરીક્ષા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવશે.
IPS હસમુખ પટેલે મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યુ કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા હવે આવી ઘટનામાં ભવિષ્યમાં ન બને તે માટેની તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છે. આપણે બંને પ્રકારની કાળજી રાખવાની છે કે, પેપર લીક ન થાય અને પરીક્ષા કેન્દ્રો પર ગડબડી ન થાય તે માટેની કાળજી રાખવાની છે.તેમણે વધુમાં જણાવ્યુ કે, બોર્ડની પરીક્ષા બાદ એપ્રિલ મહિનામાં અમારી પરીક્ષા લેવાની તૈયારી છે. પરંતુ હજી આ ચોક્કસ નથી. કારણ કે અમારે સ્વચ્છ પરીક્ષા લેવાની તૈયારી કરવાની છે. વહેલામાં વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે.
આપને જણાવીએ કે, આઇપીએસ હસમુખ પટેલ અનેક બોર્ડના ચેરમેન છે. તાજેતરની LRDની પરીક્ષા તેમના નેતૃત્વમાં લેવામાં આવી હતી. તેમણે જે ફોર્મેટ તૈયાર કર્યુ હતુ. જેને કારણે પરીક્ષા સરળતાથી પૂર્ણ થઇ હતી.