અમદાવાદ : અમદાવાદ ખાતે યોજાનાર બે દિવસીય U20 સમિટને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેમાં અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડશે તો તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં યોજાઈ રહેલ U-20 ની બેઠકને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 9 તારીખથી U20 ની બેઠક યોજાશે. G20 અંતર્ગત U20 ની બે દિવસીય સમિટ અમદાવાદ ખાતે યોજાવાની છે.
અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરૂ છુ
આ હુકમ તા.૦૮/૦૨/૨૦૨૩ ના કલાક ૧૪/૦૦ થી કલાક ૨૪/૦૦ તથા તા.૦૯/૦૨/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ થી કલાક ૨૪/૦૦ તથા તા.૧૦/૦૨/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ થી ૨૪/૦૦ તા.૧૧/૦૨/૨૦૨૩ ના કલાક ૦૫/૦૦ થી ૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.👇@sanghaviharsh
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 7, 2023
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં યોજાનાર બે દિવસીય U20 સમિટને લઈને દેશ અને વિદેશના મહાનુભાવો પધારવાના હોવાને કારણે અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવેલ છે.જો કોઈ વ્યક્તિ ડ્રોન ઉડાડશે તો તેઓની સામે આઇપીસી કલમ 188 મુજબ જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે.